પિતા જ બન્યો કાળ: વાવ-થરાદના સુઈગામમાં અઢી વર્ષના માસૂમ પુત્રને પેટ્રોલ છાંટી જીવતો સળગાવતા મોત, કારણ ચોંકાવનારું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav Tharad Crime News: વાવ-થરાદના સુઈગામના રાવળવાસ વિસ્તારમાં એક હૃદય કંપાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પોતાના અઢી વર્ષના માસુમ પુત્રનો ઉછેર કરવો ન હોય અને તે બોજારૂપ લાગતો હોવાથી સગા પિતાએ જ પુત્ર પર પેટ્રોલ છાંટી સળગાવી દઈ કરપીણ હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. એટલું જ નહીં, ગુનાનો ભેદ ન ખુલે તે માટે મૃતદેહની અંતિમ વિધિ કરી તેને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે સુઈગામ પોલીસે ગુનો નોંધીને
સુઈગામમાં અઢી વર્ષના માસૂમ પુત્રને પેટ્રોલ છાંટી જીવતો સળગાવતા મોત
મળતી માહિતી મુજબ, સુઈગામના રાવળવાસ ખાતે રહેતો અશોકભાઈ જીતાભાઈ રાવળ છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની રિસામણે હોવાથી પોતાના 2.5 વર્ષના પુત્ર નવઘણ સાથે એકલો રહેતો હતો. ગત 13 ઓક્ટોબર, 2026ના રોજ બપોરના આશરે 1-2 વાગ્યાના સુમારે અશોકે બાળકના ઉછેરની જવાબદારીમાંથી મુક્તિ મેળવવાના વિપરીત ઈરાદાથી માસૂમ નવઘણ પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધો હતો. ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સારવાર માટે ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
બાળકના મોત બાદ આરોપી અશોકે સમાજના અન્ય લોકોની મદદથી માસુમ બાળકના મૃતદેહને સ્મશાનમાં દાટી અંતિમ વિધિ કરી દીધી હતી, જેથી તેના મોતનું સાચું કારણ બહાર ન આવે. આ મામલે મુદ્રા ખાતે મજૂરી અર્થે ગયેલા અને મૃતક બાળકના કાકા બાબુભાઈ લખમણભાઇ રાવળને જાણ થતાં તેઓ તાત્કાલિક સુઈગામ આવી પહોંચ્યા હતા.
બનાવ અંગેની વિગતો જાણવા મળતા સમગ્ર મામલે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવી અશોક રાવળ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુઈગામ પોલીસે ફરિયાદના આધારે પુત્રની હત્યા કરનાર કળિયુગી પિતા અશોક રાવળ વિરૂદ્ધ હત્યા તથા પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




