Vav - Tharad

થરાદ નજીક SMCનો સપાટો, દવાઓની આડમાં ઘૂસાડાતો 1.32 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર SMC ટીમે વાવ-થરાદ જિલ્લામાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાધનપુર તરફથી આવતી આઇસર ટ્રકને થરાદના બુઢનપુર ટોલનાકા હાઇવે પર આંતરીને દવાની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ 1,32,00,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજસ્થાનથી દારૂ મોકલનાર સહિતના શંકાસ્પદો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થરાદ નજીક SMCનો સપાટો, દવાઓની આડમાં ઘૂસાડાતો 1.32 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો

Liquor Seized In Vav-Tharad: વાવ-થરાદ જિલ્લામાંથી પસાર થઈ રહેલા દારૂના મોટો જથ્થા પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. રાધનપુર તરફથી આવતી એક આઇસર ટ્રકનો પીછો કરીને થરાદના બુઢનપુર ટોલનાકા હાઇવે પર આંતરીને પોલીસે દવાની આડમાં છુપાવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ 1,32,00,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દવાની આડશ નીચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો

મળતી માહિતી અનુસાર, SMCની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો થરાદ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે SMCની ટીમે ટ્રકનો પીછો કરીને બુઢનપુર ટોલનાકા નજીક ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાં તબીબી દવાની આડશ નીચે કવરિંગ કરીને છુપાવવામાં આવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાનથી દારૂ મોકલનાર સહિતના શંકાસ્પદો સામે ગુનો દાખલ

આ દરોડા દરમિયાન દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના સોડીયાર ગામનો હરીશ સોનારામ કુંભારા તેમજ ટ્રકચાલક, ટ્રકમાલિક અને ગુજરાતમાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા SMC અને સ્થાનિક પોલીસે વધુ તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.