Vav - Tharad

વાવ-થરાદ: બેસતા વર્ષની રાત્રે ચાંગડાની ગૌશાળામાં હાહાકાર, ઝેરી ઘાસચારો ખાવાથી 45 ગૌવંશનાં મોત

By GS Team
11 Nov 20261 min read
TukuTouch Logo
વાવ-થરાદના ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે કરુણ ઘટના બની. લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગથી 45 ગૌવંશનાં મોત થયા. તાત્કાલિક સારવાર મળતાં 50-60 ગાયોના જીવ બચી ગયા. ગૌશાળાના ગોવાળે જાણ કરતાં ગૌસેવકો અને મેડિકલ ટીમ પહોંચી, જેમણે રાતોરાત બચાવ કામગીરી કરી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદ: બેસતા વર્ષની રાત્રે ચાંગડાની ગૌશાળામાં હાહાકાર, ઝેરી ઘાસચારો ખાવાથી 45 ગૌવંશનાં મોત

Vav Tharad Cattle Death News : વાવ-થરાદ જિલ્લાના ચાંગડા ગામની ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. લીલી મકાઈનો ઘાસચારો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતાં આશરે 45 ગૌવંશનાં કરુણ મોત થયા હતાં. એકસાથે મોટી સંખ્યામાં ગૌવંશનાં મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.



તાત્કાલીક સારવારથી 60 ગાયોના જીવ બચ્યા

બીજી તરફ, તાત્કાલિક સારવાર મળતાં આશરે 50થી 60 ગાયોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બેસતા વર્ષની રાત્રે આશરે 10:25 વાગ્યે ચાંગડા ગામની ગૌશાળામાં ગૌવંશની તબિયત અચાનક લથડવા લાગી હતી. ગૌશાળાના ગોવાળે પરિસ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્થાનિક આગેવાનને ફોન કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગૌસેવક અને બનાસકાંઠા ગૌ સંસદના અગ્રણીએ તાત્કાલિક સહાયતા અને મેડિકલ ટીમ પહોંચાડવા માટે ઓડિયો સંદેશ વાયરલ કર્યો હતો.

અપીલ બાદ તંત્ર દોડતું થયું

આ અપીલ બાદ મદદ માટે દોડધામ શરૂ થઈ હતી અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે પહોંચી હતી. ડોક્ટરોની ટીમે રાતોરાત ભારે જહેમત ઉઠાવીને આશરે 50થી 60 ગાયોને બચાવી લીધી હતી. જોકે, લીલી મકાઈના ઘાસચારાની ઝેરી અસર ગંભીર હોવાથી 45 જેટલા ગૌવંશનાં ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યાં હતાં. આ દુર્ઘટનાને પગલે ચાંગડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.