વાવ-થરાદમાં આજથી 2 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ઘાસ ડેપોનો પ્રારંભ, પશુપાલકોને મળશે રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav-Tharad News: વાવ અને થરાદ વિસ્તારના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની ઘાસચારાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આજથી વાવ અને થરાદ પંથકમાં 2 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ઘાસ વિતરણ માટેના ડેપો શરૂ કરાયો છે.
છેલ્લા કેટલાક સમયથી વાવ-થરાદ પંથકમાં પશુપાલકો દ્વારા ઘાસચારાની અછત અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ સમસ્યાને ધ્યાને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. પશુપાલકોના હિતમાં કરાયેલી આ રજૂઆતને ગંભીરતાથી લઈને સરકારે કાર્યવાહી હાથ ધરી સબસિડીના ભાવે ઘાસ વિતરણનો નિર્ણય લીધો છે.
આજ(29મી ઑક્ટોબર)થી ઘાસ ડેપોનો પ્રારંભ થતાં પશુપાલકોને મોંઘા ભાવનો ઘાસચારો ખરીદવામાંથી મુક્તિ મળશે. 2 રૂપિયાના રાહત દરે ઘાસ ઉપલબ્ધ થતાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોને મોટો આર્થિક ટેકો સાંપડશે. સરકારી ડેપો શરૂ થતાં સ્થાનિક પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




