Vav - Tharad

વાવ-થરાદ પોલીસની સરાહનીય પહેલ: મુછાળા ભગવાનના દર્શને જતા પગપાળા યાત્રાળુઓ કપડાંમાં રેડિયમ સ્ટીકર ચોંટાડ્યા

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વાવ-થરાદ: પૂનમના દિવસે ઢીમા ખાતે 'મુછાળા ભગવાન'ના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. પદયાત્રીઓની સુરક્ષા માટે વાવ-થરાદ પોલીસે તેમના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવ્યા છે. રાત્રે વાહનોની લાઈટ પડતા સ્ટીકર ચમકશે, જેથી અકસ્માત ટાળી શકાશે. પોલીસ કાફલો સતત પેટ્રોલીંગ કરી યાત્રાળુઓને સુરક્ષા પૂરી પાડી રહ્યો છે. આ કામગીરીની વ્યાપક સરાહના થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદ પોલીસની સરાહનીય પહેલ: મુછાળા ભગવાનના દર્શને જતા પગપાળા યાત્રાળુઓ કપડાંમાં રેડિયમ સ્ટીકર ચોંટાડ્યા

Vav-Tharad News: પૂનમ નિમિત્તે વાવ-થરાદ જિલ્લામાં આવેલા ઢીમા ખાતે 'મુછાળા ભગવાન'ના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. રાત્રિના ગાઢ અંધારામાં હાઈવે કે મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ પદયાત્રીઓ માર્ગ અકસ્માતનો ભોગ ન બને અને તેમની શ્રદ્ધાયાત્રા સુરક્ષિત રહે તે હેતુથી વાવ-થરાદ પોલીસ વિભાગ દ્વારા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દૂરથી આવતા વાહનોની લાઈટથી સ્ટીકર ચમકશે

વાવ-થરાદ પોલીસ ટીમ દ્વારા રાત્રિના સમયે માર્ગો પરથી પસાર થતા પદયાત્રાળુઓના કપડાં, સામાન અને બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે દૂરથી આવતા વાહનોની લાઈટ આ સ્ટીકર પર પડતાં જ તે ચમકી ઉઠશે, જેનાથી વાહનચાલકોને દૂરથી જ ખ્યાલ આવી જશે કે માર્ગ પર આગળ પગપાળા યાત્રાળુઓ જઈ રહ્યા છે. પોલીસની આ યુક્તિથી પૂરઝડપે આવતા વાહનોના કારણે થતા અકસ્માતો અટકાવી શકાશે.

પોલીસ કાફલાનું સતત પેટ્રોલીંગ

આ ઉપરાંત, પોલીસ વિભાગનો કાફલો ઢીમા યાત્રાધામ તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલીંગ કરી રહ્યો છે અને યાત્રાળુઓને જરૂરી માર્ગદર્શન તથા સુરક્ષા પૂરી પાડી રહ્યો છે. વાવ-થરાદ પોલીસની આ માનવતાવાદી અને પ્રજાભિમુખ કામગીરીથી યાત્રાળુઓ નિર્ભય બનીને યાત્રા કરી રહ્યા છે, જેને પગલે શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસ તંત્રની ભારે સરાહના કરવામાં આવી રહી છે.