વાપી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું : દંપતિએ આર્થિક સંકડામણથી આપઘાત કરવા પ્રયાસ કરતા રેસ્કયુ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi Police : વાપીના ડુંગરા વિસતારમાં રહેતા યુવાને સોશિયલ મિડિયામાં આપઘાત કરવા પોસ્ટ કરાયા બાદ પોલીસ દોડી જઇ યુવાનને અંતિમ પગલું ભરતા બચાવી લીધો હતો. જ્યારે છીરી વિસ્તારના દંપતિએ આર્થિક સંકડામણથી આપઘાત કરવા તૈયારી કરી લીધી પણ પોલીસને જાણ થતા જ પહોંચી દંપતિને સમજાવી રેસ્કયુ કરી આર્થિક મદદ કરવા પહેલ કરી પણ દંપતિએ ઇન્કાર કર્યો હતો. જો કે લેબર કોન્ટ્રાકટર પાસેથી બાકી નિકળતા નાણાં અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું હતું.
સામાન્ય રીતે પોલીસની ઓળખ કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત માનવામાં આવે છે, પરંતુ ડુંગરા પોલીસ મથકના પી.આઇ. અને જવાનોએ પોતાની ફરજથી આગળ વધીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડી નિરાશાના અંધકારમાં ઘેરાયેલા લોકો માટે આશાનું કિરણ બનીને ઊભરી આવી છે. જે અંગે મળતિ વિગત મુજબ વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા યુવાને ગત તા.23-08-26ના રોજ સોશિયલ મિડિયા પર આપઘાત કરવા અંગે પોસ્ટ કરી હતી. જે અંગે પી.આઇ. બી.એન.ગોહિલને જાણ થતા જ ટીમ યુવાન પાસે પહોંચી તેને સમજાવ્યા બાદ જીવ બચાવી લીધો હતો. પુછપરછમાં યુવાન છેલ્લા ઘણા દિવસથી માનસિક તણાવમાં આવી જઇ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું અનુમાન લગાવાયું છે.
જ્યારે બીજા બનાવમાં વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક દંપતિએ પણ ગઇકાલે મંગળવારે આપઘાત કરવાની તૈયારી કરી લીધી હતી. પોલીસેને જાણ થતા પોલીસ દંપતિના ઘરે પહોંચી વાતચીત કરી હતી. જેમાં દંપતિએ શેઠે બે મહિનાનો પગાર નહી કરાતા આર્થિક સંકડામણને કારણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દંપતિને પોલીસ મથકે લઇ ગયા બાદ અધિકારીએ રૂ.10 હજાર મદદ કરવા પહેલ કરી પણ દંપતિએ ઇન્કાર કર્યો હતો. લેબર કોન્ટ્રાકટરને બોલાવ્યા બાદ તાત્કાલિક બાકી નિકળતા નાણાં આપી દીધા હતા.




