Valsad

વાપીઃ સરીગામની ઔદ્યોગિક વસાહતમાં ખાનગી કંપનીમાં આગ, 3 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
વાપીના ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં મંગળવારે રાત્રે એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ દિવાળી પૂર્વે કંપનીને ભારે આર્થિક નુકસાન થયું છે. આગનું કારણ અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીઃ સરીગામની ઔદ્યોગિક વસાહતમાં ખાનગી કંપનીમાં આગ, 3 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો

Vapi News : વાપી જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે રાત્રે એક કંપનીમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. જોકે ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી પ્રમાણે, ઉમરગામના ભિલાડ નજીકના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં એક ખાનગી કંપનીમાં મંગળવારે મોડી રાત્રે અચાનગ આગ લાગી હતી. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની આગની લપેટમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. આગની જ્વાળાઓ આકાશમાં દૂરદૂર સુધી ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ

આગને પગલે સરીગામ, વાપી, ઉમરગામ સહિતના ફાયર વિભાગો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમય સૂચકતાને પગલે બાજુની કંપની આગની લપેટમાં આવે તે પહેલા કાબૂ મેળવાયો હતો. દુર્ઘટનાને પગલે સરીગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

સામી દિવાળીએ ભારે આર્થિક નુકસાનનો અંદાજ

જોકે આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજી કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આગનું ચોક્કસ કારણ FSLના રિપોર્ટ બાદ જ બહાર આવી શકશે. નોંધનીય છે કે, સામી દિવાળીએ કંપનીમાં આગ લાગતા ભારે આર્થિક નુકસાનનો અંદાજ આંકવામાં આવ્યો છે.