Valsad

વલસાડ: સેલવાસ નમો હોસ્પિટલમાંથી ફરાર રીઢા ગુનેગારને ઉમરગામ પોલીસે સંજાણથી દબોચી લીધો

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
વલસાડના ઉમરગામ પોલીસે સંજાણ રેલવે સ્ટેશન નજીકથી સેલવાસ નમો હોસ્પિટલમાંથી ફરાર થયેલા રીઢા ગુનેગાર રાજુ ઉર્ફે રમેશ છેત્રીને ઝડપી પાડ્યો છે. સેલવાસમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આ આરોપી સારવાર દરમિયાન પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. અગાઉ 8 ગુનામાં સંડોવાયેલા આ આરોપીને ઉમરગામ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી સેલવાસ પોલીસને સોંપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ: સેલવાસ નમો હોસ્પિટલમાંથી ફરાર રીઢા ગુનેગારને ઉમરગામ પોલીસે સંજાણથી દબોચી લીધો

Valsad News: વલસાડના ઉમરગામના સંજાણ રેલવે સ્ટેશન નજીકથી પોલીસે સેલવાસ નમો હોસ્પિટલ માંથી ફરાર અને રીઢા ગુનેગારને પકડી પાડયો હતો. આરોપી સામે અગાઉ 8 ગુના નોંધાયા હતા. સેલવાસના ગુનામાં પકડાયેલા આરોપીને સોમવારે(13 જુલાઈ) સારવાર માટે સેલવાસ નમો હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ફરાર થઈ ગયો હતો.

સેલવાસ પોલીસે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજુ ઉર્ફે રમેશ છેત્રી (રહે.વાઘછીપા, સેલવાસ)ની ધરપકડ કરી હતી. આરોપીની તબિયત લથડતા સેલવાસ નમો હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. આરોપી ભાગી જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસની જુદી-જુદી ટીમે આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ, 13 શંકાસ્પદ કેસ સામે આવતા 24 ગામોમાં સર્વેલન્સ શરૂ

ઉમરગામ પોલીસને જાણકારી અપાયા બાદ પોલીસે સંજાણ રેલવે સ્ટેશન નજીકથી આરોપીને દબોચી સેલવાસ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી સામે અગાઉ વર્ષ 2013માં વાપી ટાઉન પોલીસમાં આમર્સ એક્ટ, વર્ષ 2013માં ઉમરગામમાં અને યુ.પી.ના વારાણસીમાં ચોરી, આમર્સ એક્ટ, અપહરણ, હત્યાનો પ્રયાસ સહિત કુલ 8 ગુના નોંધાયા હતા. સેલવાસ નમો હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયાના ગણતરીના કલાકમાં ઉમરગામ પોલીસની ટીમે તેને દબોચી લીધો હતો.