વલસાડની ખાણ-ખનિજ વિભાગની કચેરીમાં કલેક્ટરની ઓચિંતી તપાસ, વહીવટી ક્ષતિ જણાતા ઓફિસ બંધ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Collector Surprise Inspection Minerals Office: વલસાડ જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની કચેરીમાં બુધવારે(15 જુલાઈ) જિલ્લા કલેક્ટરે ઓચિંતી તપાસ કરતાં જ અધિકારી સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન ગંભીર પ્રકારની વહીવટી ક્ષતિ બહાર આવતા કચેરીને બંધ કરી દીધી હતી. કચેરીના કર્મચારીઓ અન્ય વ્યક્તિઓના લોગિંગ આઈડીનો ઉપયોગ કરીને કામગીરી કરતા હોવાનું તથા કેટલીક કામગીરી નિયમિત રીતે ઓનલાઈન કરવાને બદલે ઓફલાઈન કરતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અધિકારીના ખુલાસા બાદ કચેરી ફરી શરૂ કરાશે.
વલસાડની ખાણ-ખનિજ વિભાગની કચેરીમાં કલેક્ટરની ઓચિંતી તપાસ
વલસાડ જિલ્લા ખાણ-ખનિજ વિભાગની કચેરીના અધિકારી અને કર્મચારીઓને નીતિ રીતિને કારણે આ વિભાગ હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. જિલ્લામાં માટી ખનન સહિતની પ્રવૃત્તિ અંગે સતત ફરિયાદો ઉઠતી રહી છે. એટલું જ નહીં પણ અધિકારીઓના મેળાપીપણામાં ચાલતા નેટવર્ક અંગે ફરિયાદો કરાઈ હતી. આખરે જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાને ટીમ સાથે ખાણ-ખનિજ વિભાગની કચેરીની ઓચિંતિ મુલાકાત લેતા જ અધિકારી અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
કલેકટરે કચેરીમાં ગંભીર પ્રકારની વહીવટી ક્ષતિ બહાર આવતા ખાણ-ખનિજ વિભાગની કચેરીને બંધ કરી દીધી હતી. એટલું જ નહીં પણ ક્લેકટરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી આરએસી (રેસિડન્સ એડિશનલ કલેક્ટર)ને સોંપવામાં આવી છે. કચેરીના અધિકારીના ખુલાસા બાદ ફરીથી કચેરી શરૂ થશે. કલેક્ટરે ઓચિંતિ તપાસ કરતા અધિકારી અને કર્મચારીઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિભાગની કામગીરી અને જવાદારી અંગે પ્રશ્નો ઉભા થયા છે.









