વલસાડ સિવિલ હોસ્પિટલનો કિસ્સો : ડ્રેસિંગ રૂમમાં મહારાષ્ટ્રના દર્દીએ ભેદી સંજોગોમાં આપઘાત કરતા ચકચાર મચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે મંગળવારે રાત્રે અત્યંત કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના 48 વર્ષીય દર્દીએ અચાનક હોસ્પિટલનાં ડ્રેસિંગ રૂમમાં ભેદી સંજોગોમાં ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં પણ ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલની સુરક્ષા અને પ્રશાસનની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના કેવલા રોડ વિસ્તારમાં રહેતા રાકેશ બબન બોરગે (ઉ.વ.49) લાંબા સમયથી ડાયાબીટીસની ગંભીર બિમારીથી પીડાતા હોવાથી પગમાં સીધી અસર થતાં પગમાં ભારે નુકશાન થયું હતું. જેને લઈ રાકેશ બોરગેને વલસાડ સિવિલ હોસ્પિટમાં ખસેડાયો હતો. જો કે બિમારીને લઈ શારીરિક અને માનસિક રીતે તણાવમાં આવી ગયો હતો. જો કે ગઈકાલે મંગળવારે રાત્રે હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં રાકેશ બોરગેએ ચાદર વડે રૂમમાં લગાવેલા ફાયર સ્પ્રિન્કલર સાથે ભેદી સંજોગોમાં ફાસો ખાતા ચકચાર મચી ગઈ હતી.
ડ્રેસિંગરૂમમાં ગયેલા કર્મચારીએ રાકેશ બોરગેને ફાસો ખાધેલી હાલતમાં જોતા જ અન્ય કર્મચારી અને અધિકારીને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી ગયા બાદ મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી દીધી હતી. જો કે રાકેશ બોરગેએ કેમ આત્મહત્યા કરી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ ડાયાબીટીસની બિમારીને કારણે શારીરિક માનસિક તણાવમાં આવી જઈ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું છે. જે ડ્રેસિંગરૂમની બહાર ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કમ્પાઉન્ડરોની સતત અવરજવર રહેતી હોય છે છતાં એક દર્દી અંદર જઈ અંતિમ પગલુ ભરી લે ત્યાં સુધી કોઈનું ધ્યાન ન જતાં હોસ્પિટલની સુરક્ષા અને પ્રશાસનની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.









