વલસાડ: ઉમરગામ-નારગોલ બીચ પર ગંદકી કરનારને ₹1000 દંડ ફટકારાશે, મોનિટરિંગ ટીમ તૈનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Umargam Nargol Beach Plastic Ban: વલસાડના ઉમરગામ અને નારગોલ દરિયાકિનારાને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં તંત્રએ કમર કસી છે. બીચ પર ગંદકી ફેલાવનારાઓ પાસેથી રૂ.1 હજારનો દંડ વસુલ કરાશે. જે માટે એક ટીમ સતત બીચ પર મોનિટરીંગ કરતી રહેશે. સાથે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બીચ પર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉમરગામ-નારગોલ બીચ પર ગંદકી કરનારને ₹1000 દંડ ફટકારાશે
ઉમરગામ અને નારગોલ દરિયાકિનારાને બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે. જે માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા બંને બીચ પર જાતમુલાકાત લઈ જરૂરી સુચનો અને પ્રસ્તાવો મુક્યા હતા. જે બાદ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને દરિયાકિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સપ્તાહમાં બે દિવસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે(3 ઓક્ટોબર) ઉમરગામ બીચ ખાતે પ્રાંત અધિકારીની આગેવાનીમાં ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
મોનિટરિંગ ટીમ તૈનાત
પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, બીચ પર સ્વચ્છતા જળવાય અને પર્યાવરણની પણ જાળવણી થાય તે હેતુથી એક જ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરી ત્યાંથી જ બીચ પર પ્રવેશ આપવામાં આવશે. જેથી બીચ પર પ્રવેશતી વખતે જ પ્રવાસીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે લાવ્યા હોય તો તેને રોકી શકાય. સાથે બીચ પર ગંદકી કે પ્રદૂષણ ફેલાવનારાઓને રૂ.1 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દરિયાકિનારે ખાણીપીણીના સ્ટોલ ધરાવતાં ફેરિયાઓ માટે એક જ જગ્યાએ ડિઝાઈનર સ્ટોલ ફાળવાશે જેથી ગંદકી પર અંકુશ મેળવી શકાય. જોકે બીચને સ્વચ્છ રાખવા માટે તંત્રની સાથે પ્રવાસીઓ પણ પોતે જવાબદાર નાગરિક હોવાની ફરજ નિભાવે તે જરૂરી છે.




