Valsad

વલસાડ: ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ, 26 લાખનો જથ્થો સીઝ કરાયો

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
વલસાડના ઉમરગામ GIDCમાં આવેલી એવરગ્રીન ફૂડ કંપની પર ફૂડ અને ઔષધ નિયમન તંત્રે દરોડા પાડ્યા હતા. એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ માટે હિંગનું જોબવર્ક કરતી આ કંપનીમાંથી રૂ. 26,81,340ની કિંમતનો 4,668.8 કિલોગ્રામ હિંગનો પાઉડર સીઝ કરાયો છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હિંગના નમૂના રાજકોટ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ: ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ, 26 લાખનો જથ્થો સીઝ કરાયો

Umargam Evergreen Food Hing Powder Seized: વલસાડના ઉમરગામ તાલુકાની GIDCમાં આવેલી એવર ગ્રીન ફૂડ કંપનીમાં જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની તપાસમાં આ કંપની એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ માટે હિંગનું જોબવર્ક કરતી હોવાનું ધ્યાને આવ્યુ હતું.

ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ

સમગ્ર મામલે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હિંગના નમૂના લઈને પૃથ્થકરણ માટે રાજકોટ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે રૂ.26 લાખનો હિંગનો પાઉડર સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

26 લાખનો જથ્થો સીઝ કરાયો

વલસાડ ફૂડ વિભાગ અનુસાર, કંપનીમાં તપાસ દરમિયાન રૂ.26,81,340ની કિંમતનો કુલ 4,668.8 કિલોગ્રામ હિંગનો પાઉડર સીઝ કરવામાં આવ્યો છે. જેમાં ઝડપાયેલા હિંગના નમૂનાને રાજકોટની લેબ ખાતે મોકલ્યા છે, ત્યારે રિપોર્ટ બાદ ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 તથા તે હેઠળના નિયમો/વિનિયમો મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.