વલસાડના ઘડોઇ ગામે એક સાથે ત્રણથી ચાર દીપડા દેખાતા લોકોમાં ફફડાટ : વન વિભાગે પાંજરે ગોઠવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ તાલુકાના ઘડોઇ ગામે પ્રાથમિક શાળાની પાછળ ઝાડીમાં એક સાથે ત્રણથી ચાર દીપડા આંટાફેરા મારતા વિડિયોમાં કેદ થયા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડા દેખાયાની વાત વાયુવેગ ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. છેલ્લા પંદર દિવસથી દીપડા ગામમાં ફરતા હોવાથી લોકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છેહ. વલસાડ તાલુકાના ઘડોઇ ગામે છેલ્લા 15 દિવસથી ત્રણથી ચાર દીપડા ફરતા હોવાની વાત ફેલાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. જો કે દીપડા રહેણાંક વિસ્તારમાં શિકારની શોધ માટે રાત્રિ દરમિયાન આંટાફેરા મારી રહ્યા છે. ગામના યુવાનો પણ સર્તક બની ગયા હતા.
યુવાનોએ રાત્રિ દરમિયાન ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાછળ રોડ નજીક અને ઝાડીમાં દીપડા ફરતા હોવાનો વિડિયો ઉતારી લીધો હતો. આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના અંગે ગામના સરપંચ જીતુ નાયકાએ વન વિભાગને જાણ કરાયા બાદ કર્મચારીઓ દોડી ગયા બાદ પાંજરે ગોઠવ્યું હતું. જો કે એકપણ દીપડો પાંજરે નહી પુરાતા ગામલોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. લોકોએ વન વિભાગને તાત્કાલિક દીપડાને પકડવા માંગ કરી છે.









