વાપીના વટારમાં રૂ. 38.18 લાખનો ગાંજો લઈ જતો મોપેડ ચાલક પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના વટાર વિસ્તારમાં મોપેડ પર જતાં એક શખ્સને અટકાવી રૂ. 38.18 લાખની કિંમતનો 1.091 કિ. ગ્રા. હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે મોપેડ ચાલકની ધરપકડ કરી જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપી અન્ય શખ્સને જથ્થો આપવા જતાં જ પોલીસે દબોચી લીધો હતો.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ અલ્લારખુ વાનીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિકારી અને ટીમે વાપીના વટાર વસ્તારમાં કેશવ કોલોનીની વાડી સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રોડ પરથી જતાં એક્ટિવા મોપેડ (નં.ડીડી-03-એન-8047)ને અટકાવી રોપેડ સવાર હિતેશ ઉર્ફે સોનુ ઈન્દ્રરાજ મુન્સી યાદવ (ઉ.વ.21, રહે. વિનાયક રેસીડેન્સી, વાપી)ની પૂછપરછ કરી હતી. બાદમાં પોલીસે ખભા પ૨ લટકાવેલી બેગમાં તપાસ કરતા સફેદ કલરનો પાવડર ભરેલી કોથળી મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાંજો હોવાનું તારણ બહાર આવ્યું હતું. પોલીસે રૂ. 38.18 લાખની કિંમતનો રૂ. 1.091 કિ. ગ્રા. ગાંજો, મોપેડ, રોકડા રૂ.20010, એક મોબાઈલ મળી કુલ રૂ. 38.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હિતેશ યાદવની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની પૂછપરછમાં સૂરજ નામના શખ્સના કહેવાથી વટારના ચાર્મિ કાંટા નજીકથી ગાંજાનો જથ્થો મેળવી અન્યને જથ્થાની ડિલેવરી કરવા નીકળ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ અને
આરોપીને વાપી ટાઉન પોલીસને હવાલે કરતા પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સુરત તથા અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જીલ્લામાં અત્યાર સુધીમાં માદક દ્રવ્યોની હેરાફેરીના 55 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. પોલીસ આરોપીને પકડી ગુનાઓ નોંધે છે પરંતુ હજુ સુધી જીલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી અને નેટવર્ક નેસ્તેનાબુદ થઈ શકયું નથી.




