Valsad

વાપીમાં ઓવરબ્રિજ 18 મહિનામાં કામ પૂરું કરવાનો દાવો પોકળ સાબિત થતાં કોંગ્રેસે કર્યા ‘પિતૃ પૂજન'

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
વાપીમાં રૂ.144 કરોડના રેલવે ઓવરબ્રિજનું કામ 4 વર્ષે પણ અધૂરું રહેતાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. 18 મહિનામાં પૂર્ણ થવાના દાવા વચ્ચે ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત નાગરિકોની યાતનાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના નેતાઓએ નિર્માણ સ્થળે પિતૃપૂજન કરી, તંત્ર અને એજન્સીનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક કામ પૂર્ણ કરવા માંગ ઉઠી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીમાં ઓવરબ્રિજ 18 મહિનામાં કામ પૂરું કરવાનો દાવો પોકળ સાબિત થતાં કોંગ્રેસે કર્યા ‘પિતૃ પૂજન'

Vapi Congress Protest : વાપી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રૂ.144 કરોડના ખર્ચે મંજૂર થયેલા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય કોન્ટ્રાક્ટ આપ્યા બાદ 18 મહિનામાં પૂરું કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને છેલ્લા ચાર વર્ષથી શહેરવાસીઓ અસહ્ય યાતના ભોગવી રહ્યા છે. અસહ્ય ટ્રાફિક જામ અને તંત્રની નિષિયતા સામે લાલ આંખ કરીને બુધવારે કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરોએ બ્રિજનિર્માણ સ્થળે પિતૃપૂજન કરી અનોખી શૈલીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
18 મહિનાના દાવા સામે 4 વર્ષનો વિલંબ
વાપી શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલવે ઓવરબ્રિજ માટે રૂ.144 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે તંત્ર દ્વારા 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનો દાવો કરાયો હતો. જોકે, ચાર વર્ષ વીતી જવા છતાં ઓવરબ્રિજ અધુરો જ રહેતાં તંત્રના તમામ દાવોનો ફ્લોપ શો સાબિત થયો છે.

11.jpg


નાગરિકો દરરોજ યાતના ભોગવવા મજબૂર
ઓવરબિજનું કામ અટકેલું હોવાથી વાપીના સ્થાનિકો અને વાહનચાલકો દરરોજ કલાકો સુધી વિક્ટ ટ્રાફિક જામ અને રસ્તાની દુર્દશાની ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે.
પિતૃઓને ગુહાર લગાવી અનોખો વિરોધ
કામની ધીમી ગતિથી કંટાળેલી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ બુધવારે નિર્માણ સ્થળે પહોંચીને કામમાં આવી રહેલી અડચણો દૂર થાય તે માટે પિતૃ પૂજન કર્યું હતું. કોંગ્રેસે વ્યંગાત્મક રીતે પૂજા-અર્ચના કરીને તંત્ર અને નિર્માણ એજન્સીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકીય આશ્વાસનો માત્ર કાગળ પર રાહ્યા
કોગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ઓવરબિજ ઝડપથી પૂરો કરવાના નામે માત્ર રાજકીય આશ્વાસનો અને કાર્યક્રમો જ આપવામાં આવ્યા છે. જમીની સ્તરે કામની ગતિ જોતાં લાગે છે કે વાપીના લોકોને રાહત મેળવવા માટે હજુ પણ વધુ રાહ જોવી પડશે.
પ્રાથમિકતાના ધોરણે કામ પુર્ણ કરવા માંગ
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે આ પ્રતીકાત્મક પૂજન સરકાર અને સંબંધિત એજન્સીઓને આરીસો બતાવવાનો પ્રયાસ છે. ચાર વર્ષથી મુશ્કેલી ભોગવી રહેલી જનતાના હિતમાં આ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.