Valsad

વલસાડ જિલ્લામાં જાહેરમાં સિગરેટ પીનારાઓ સામે લાલઆંખ: તાત્કાલિક દંડ વસૂલવા કલેકટરનો કડક આદેશ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
વલસાડ કલેક્ટર નીતિન સાંગવાને જાહેરમાં સિગારેટ કે તમાકુનું સેવન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહીનો આદેશ કર્યો છે. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ નિર્ણય લેવાયો છે. પાન-તમાકુના ગલ્લાઓ પર જનજાગૃતિના બેનર ન લગાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે. છેલ્લા 3 મહિનામાં 377 કેસમાં ₹62,140નો દંડ વસૂલાયો છે. કલેક્ટરે આરોગ્ય કેન્દ્રો પર સોલાર પેનલ અને રેઈન વોટર હાર્વેસ્ટીંગ ફરજિયાત કરવા પણ સૂચના આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ જિલ્લામાં જાહેરમાં સિગરેટ પીનારાઓ સામે લાલઆંખ: તાત્કાલિક દંડ વસૂલવા કલેકટરનો કડક આદેશ

Valsad Collector Public Smoking Fine Order: વલસાડ જિલ્લામાં હવે જાહેરમાં સિગરેટ કે તમાકુનું સેવન કરનારા લોકો સામે તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિવિધ આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા બેઠકમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ નિર્ણય લેવાયો છે.

વલસાડમાં જાહેરમાં સિગરેટ પીનારાઓ સામે લાલઆંખ

કલેકટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, જાહેરમાં સિગરેટ પીતા દેખાતા લોકો સામે તાત્કાલિક દંડ વસૂલવામાં આવે. આ સાથે જ પાન અને તમાકુના ગલ્લાઓ પર જનજાગૃતિ માટેના જરૂરી બેનર કે સ્ટીકર ન લગાડેલા હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

તમાકુ નિયંત્રણ ઝુંબેશ હેઠળ જિલ્લા તંત્રની કામગીરી

તમાકુ નિયંત્રણ ઝુંબેશ હેઠળ જિલ્લામાં છેલ્લા ત્રણ માસ (જૂન, જુલાઈ અને ઓગસ્ટ) દરમિયાન આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા, પોલીસ, ફૂડ વિભાગ, RTO અને સિવિલ હોસ્પિટલ સહિતના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન નિયમોનો ભંગ કરનારાઓ સામે કુલ 377 કેસ નોંધીને ₹62,140નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે આ કામગીરીને વધુ સઘન અને કડક બનાવીને જાહેર સ્થળોને તમાકુમુક્ત કરવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે.

આ જ બેઠકમાં કલેકટરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને પર્યાવરણ લક્ષી પહેલ કરવા માટે પણ મહત્ત્વના આદેશો આપ્યા હતા. જેમાં જિલ્લાના તમામ PHC અને CHC કેન્દ્રો પર સોલાર પેનલ અને રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ફરજિયાત કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો: ઓછા પગારથી કંટાળેલા આંગણવાડી અને આશા વર્કર્સનું અમદાવાદમાં બે દિવસીય ઉપવાસ આંદોલન: હવે 'આરપારની લડાઈ'

આ ઉપરાંત, ચોમાસાની ઋતુમાં સ્નેક બાઈટ અને ડોગ બાઈટના કિસ્સામાં લોકો ભગત-ભૂવા પાસે જવાને બદલે સીધા સરકારી હોસ્પિટલે પહોંચે તે માટે ગ્રામીણ સ્તરે આશા વર્કર, સરપંચ અને તલાટીઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોના 100 મીટર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને તમામ સરકારી કર્મચારીઓને દર મહિનાના પ્રથમ રવિવારે શ્રમદાન કરવા પણ આહ્વાન કરવામાં આવ્યું છે.