વાપીમાં દમણગંગા નદીમાં ન્હાવા પડેલો તરૂણ ડુબી જતા મોત : બે મિત્રો ગભરાયને ભાગી ગયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : વાપીના હરિયાપાર્કની પાછળથી પસાર થતી દમણગંગા નદીમાં નહાવા પડેલા ત્રણ તરૂણ પૈકી એક ડુબી ગયો હતો. જો કે બે મિત્રો ગભરાયને ભાગી ગયા હતા. બનાવની જાણ થયા બાદ પોલીસ પહોંચી લાશ્કરો શોધખોળ શરૂ કરી હતી. આજે શનિવારે સવારે તરૂણની લાશ બહાર કાઢી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના ડુંગરા ખાતે આઝાદનગરમાં દિપક વિશ્ર્વકર્મા પરિવાર સાથે રહે છે. ગઇકાલે શુક્રવારે દિપકનો પુત્ર આદર્શ (ઉ.વ.13) બે મિત્રો સાથે ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા. ત્રણેય મિત્રો હરિયાપાર્ક વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી કિનારે ગયા હતા. બાદમાં ત્રણેય ન્હાવા પડ્યા હતા. તે વેળા આદર્શ વિશ્વકર્મા તણાઈને ડુબી ગયો હતો. જો કે બે મિત્રો ગભરાયને જતા રહ્યા હતા. આદર્શ ગાયબ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. બે મિત્રોની પુછપરછ કરતા જાણકારી મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને લાશ્કરો નદી કિનારે પહોંચી શોધખોળ આદરી હતી. અંધારુ થતા કામગીરી અટકી પડી હતી. આજે સવારે શોધખોળ કરતા આદર્શની લાશ બહાર કાઢી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. આદર્શના મોતને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.




