વાંચો તમારું 26 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ : આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી જણાય. સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંસ્થાકીય કામકાજ જણાય.
કર્ક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવું નહીં.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. દોડધામ - શ્રમમાં ઘટાડો જણાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વનાં નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
મકર : આપના કામમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મીન : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામકાજમાં સાવધાની રાખવી પડે.
- અગ્નિદત્ત પદમનાભ




