ધરમપુરના ટાંકી ગામે કોઝવે પરથી સ્કૂલવાન ચાલકનો પગ લપસતા બાળકી સાથે તણાયા : બાળકીનો આબાદ બચાવ, કાર ચાલકની શોધખોળ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Drowning : વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના ટાંકી ગામે આજે મંગળવારે સવારે બનેલી ઘટનામાં 9 વર્ષિય બાળકી અને સ્કુલ વાન ચાલક કોઝવે પરથી પાણીમાં ખાબકયા હતા. જો કે લોકોએ બાળકીને બચાવી લીધી હતી. જ્યારે લાપત્તા વાન ચાલકને શોધવા એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. સવારે ચાલક બાળકીને સ્કુલે લઇ જવા કોઝવે પરથી કાર સુધી જતી વેળા પગ સ્લીપ થતા ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર ધરમપુર તાલુકાના તસ્કરી ગામે રહેતા અનિલ પટેલની પુત્રી પરી ટાંકી શાળામાં ધો.3માં અભ્યાસ કરે છે. પરી રોજિંદામાં ટાંકી ફળિયામાં રહેતા સંદીપ ધીરૂભાઇ ગાવિતની સ્કુલ વાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આવાગમન કરે છે. આજે મંગળવારે સવારે સંદિપ ગાવિત વિદ્યાર્થીઓને શાળાએ લઇ જવા નિકળ્યો હતો. ટાંકી ગામે આશ્રમશાળા નજીક કોઝ વે પહેલા વાન ઉભી કરી પરીને લેવા ગયો હતો. સંદિપ પરીને લઇ વાન સુધી પહોંચવા કોઝ વે પરના પાણી વચ્ચેથી જઇ રહ્યા હતા. તે વેળા અચાનકના સંદીપનો પગ સ્લીપ થતા બન્ને કોઝ વેના પાણીમાં ખાબકયા હતા. ઘટનાને પગલે તુરંત લોકો દોડી ગયા બાદ પરીને હેમખેમ બચાવી લીધી હતી.
સંદીપ ગાંવિત પાણીમાં ડુબી ગયો હતો. ઘટનાને પગલે ટાંકી-તુંબી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત લોકો દોડી ગયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી ગઇ હતી. બાદમાં એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બાદમાં જવાનોએ લાપત્તા સંદીપને શોધવા રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. જો કે સાંજ સુધી સંદીપની કોઇ ભાળ નહી મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ધરમપુરમાં મુશળધાર વરસાદ હોવાછતાં આશ્રમશાળાના સંચાલકોએ રજા જાહેર નહી કરાતા લોકોમાં આક્રોશ ઉઠ્યો છે.









