વાપીના સલવાવમાં 2-3 દિવસથી રહેણાક વિસ્તારમાં લટાર મારતો દીપડો પાંજરે પૂરાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi Leopard Captured: વાપી મહાનગરપાલિકા વિસ્તારના સલવાવ ખાતે આવેલ ધોડિયાવાડમાં 2-3 દિવસ અગાઉ દીપડો લટાર મારતો દેખાતાં લોકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગે પાંજરું ગોઠવ્યા બાદ શનિવારે સાંજે દીપડો પાંજરે પૂરાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
2-3 દિવસ અગાઉ દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ હતી
મળતી માહિતી મુજબ, વાપીના સલવાવના રહેણાક વિસ્તાર ધોડિયાવાડમાં 2-3 દિવસ અગાઉ દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં અધિકારીઓ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.
દીપડો પકડાઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો
વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન શનિવારે સાંજે દીપડો પાંજરે પૂરાઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. દીપડો પકડાઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે દીપડાનો કબજો મેળવી પશુ ચિકિત્સક પાસે તેનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું હતું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.









