શ્રીલંકા સામે ગોલ ટેસ્ટમાં ભારતીય ખેલાડી દેવદત્ત પડિક્કલે તોડયા 3 મોટા રેકોર્ડ, 2 વર્ષ બાદ ચાન્સ મળ્યો અને ચમક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devdutt Padikkal First Test Century : ભારતના યુવા ટોપ-ઓર્ડર બેટ્સમેન દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ગૉલ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલની વિકેટ પડ્યા બાદ નંબર-૩ પર બેટિંગ કરવા ઉતરેલા પડિકલે 9 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગાની મદદથી આ સિદ્ધિ મેળવી છે. પોતાના ટેસ્ટ કરિયરની માત્ર ત્રીજી જ મેચ રમી રહેલા પડિકલે સદી ફટકારવાની સાથેસાથે ત્રણ મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા છે.
24 વર્ષની રાહત બાદ બન્યો આ ખાસ રેકોર્ડ
ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ 21મી સદીમાં ભારત માટે નંબર-3 પર ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજા જ ડાબોડી બેટ્સમેન બન્યા છે. અગાઉ આ સિદ્ધિ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વર્ષ 2002માં ઝિમ્બાબ્વે સામે દિલ્હી ટેસ્ટમાં 136 રનની ઇનિંગ રમીને મેળવી હતી. આ રીતે 24 વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય ડાબોડી બેટ્સમેને આ મુકામ હાંસલ કર્યો છે. આ ઉપરાંત, છેલ્લે સપ્ટેમ્બર 2024 માં શુભમન ગિલે ચેન્નઈ ખાતે આ સ્થાન પર સદી ફટકારી હતી, અને ત્યારબાદ 19 ટેસ્ટ મેચોની લાંબી રાહત બાદ આ નંબર પર કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા સદી નોંધાઈ છે.
2 વર્ષ બાદ ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર વાપસી
ડાબોડી ખેલાડી દેવદત્ત પડિકલની બે વર્ષના લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. અગાઉ તેમણે ભારત માટે નવેમ્બર 2024માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. લાંબા સમય બાદ મળેલી આ તકને પડિકલે સંપૂર્ણપણે ઝડપી લીધી અને પોતાની સદી દ્વારા સિલેક્ટર્સના વિશ્વાસને સાર્થક સાબિત કર્યો છે.









