Valsad

ભિલાડ હાઇવે પર અર્ટિગા કારમાંથી 7.848 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો પકડાયો : પોલીસે 4 આરોપીની ધરપકડ કરી

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
ઉમરગામના ભિલાડ હાઇવે પર પોલીસે મુંબઇથી આવતી અર્ટિગા કારમાંથી 3.92 લાખ રૂપિયાનો 7.848 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ગાંજાનું વેચાણ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઓરિસ્સાથી ટ્રેન મારફતે મુંબઈ લાવ્યા બાદ કારમાં વાપીના લવાછા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને દબોચી લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડ હાઇવે પર અર્ટિગા કારમાંથી 7.848 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો પકડાયો  : પોલીસે 4 આરોપીની ધરપકડ કરી

Vapi Ganja Smuggling : ઉમરગામના ભિલાડ હાઇવે પર પોલીસે મુંબઇથી આવી રહેલી અર્ટિગા કારમાંથી રૂ.3.92 લાખની કિંમતના 7.848 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે ગાંજાનું વેચાણ કરતા શખ્સ સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. જથ્થો ઓરિસ્સાથી ત્રણ આરોપી ટ્રેન મારફતે મુંબઇ લાવ્યા બાદ કારમાં વાપીના લવાછા જવા નિકળ્યા અને પોલીસે દબોચી લીધા હતા.
ભિલાડ પોલીસ મથકના પી.આઇ. જી આર.ગઢવી અને ટીમે બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન મુંબઇથી આવી રહેલી અર્ટિગા કાર નં.(એમએચ-05-જીએ-1698)ને અટકાવી હતી. કારમાં સવાર ચાર શખ્સોની પુછપરછ કરી તપાસ કરતા બેગ મળી આવી હતી. બેગમાં સફેદ કલરના વનસ્પતિજન્ય પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાંજો હોવાનું ફલિત થયું હતું.
પોલીસે રૂ.3.92 લાખની કિંમતના 7.848 કિ.ગ્રા. જથ્થો અને ત્રણ મોબાઇલ જપ્ત કર્યા હતા. જયારે ચાર આરોપી વિનીત વિનાયક બેહરા (ઉં.વ.20), ​ગણેશ્વર સહદેવ મુગરી (ઉં.વ.30),
​જ્યોતિરંજન જેઠુ શાહુ (ઉં.વ.21) (તમામ રહે. બલાંગીર, ઓરિસ્સા) અને ​વિકાશ ઉર્ફે વિશ્વજીત ઉર્ફે વીસુ રાજેશ દુબે (ઉં.વ.24, રહે. લવાછા, વાપી)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછમાં ચાર પૈકી બે આરોપી ઓરિસ્સાથી ટ્રેન મારફતે મુંબઇ પહોંચ્યા હતા. બાદમાં કાર મારફતે વાપીના લવાછા જવા નિકળ્યા બાદ રસ્તામાં પોલીસે દબોચી લીધા હતા.
ભીલાડમાં માદક પદાર્થની તસ્કરી પર પોલીસ ત્રાટકી : 7.848 કિલો ગાંજા સાથે 4 આરોપીઓ ઝડપાયા
​ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પાસે આવેલ પ્લાટપાડા રોડ પર નહેર નજીકથી ભીલાડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.3,92,400 ની કિંમતનો 7.848 કિલોગ્રામ ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ઓરિસ્સાના મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસની દરોડા કાર્યવાહી
ભીલાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ગ્રે કલરની અર્ટીગા કાર (નંબર MH-05-GA-1698) માં કેટલાક ઇસમો ગેરકાયદેસર ગાંજો લઈને મુંબઈથી વાપી તરફ જઈ રહ્યા છે અને ભીલાડ નહેર પાસે પાર્ક કરીને ઉભા છે. બાતમીના આધારે ભીલાડ પી.આઈ. જી.આર.ગઢવી અને તેમની ટીમે સરકારી પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો અને શંકાસ્પદ કારને કોર્ડન કરી લીધી હતી. FSL ના પરીક્ષણ બાદ મુદ્દામાલ જપ્ત
ઘટનાસ્થળેથી મળી આવેલી બેગોમાં રહેલા પદાર્થની ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે એફ.એસ.એલ. (FSL) સાયન્ટિફિક ઓફિસર પી.વી.પટેલ પાસે ચકાસણી કરાવવામાં આવી હતી. પ્રાથમિક પરીક્ષણમાં સદર પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રૂ. 3,92,400 ની કિંમતનો 7.848 કિલોગ્રામ ગાંજો તથા રૂ.10,000 ની કિંમતના 3 એન્ડ્રોઇડ મોબાઇલ મળીને કુલ રૂ.4,02,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
​ઓરિસ્સાથી કલ્યાણ પહોંચાડવાનો હતો જથ્થો
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના બલાંગીર રેલ્વે સ્ટેશન પાસે રહેતા 'સુરજ' નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આ જથ્થો કલ્યાણ (મુંબઈ) ખાતે લેવા આવતા આરોપીઓ સાથે અર્ટીગા કાર ભાડે કરીને લાવવામાં આવ્યો હતો. ભીલાડ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(ii)બી અને 29 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ જે.એસ. રબારીને સોંપી છે.