Valsad

વલસાડની સગીરા પર દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય યુવાનને 20 વર્ષની કેદની સજા

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી અવરનવર પાંચથી છ વખત હવસ સંતોષી હતી : પિડીતાને રૂ.3 લાખનું વળતર ચૂકવવા આદેશ

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડની સગીરા પર દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય યુવાનને 20 વર્ષની કેદની સજા

Valsad News : વલસાડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી સમયાંતરે દુષ્કર્મ કરવાના ગંભીર ગુનામાં કોર્ટે નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. સાથે પિડીતાને રૂ.3 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
કેસની વિગત એવી છે કે વલસાડ વિસ્તારમા રહેતી 14 વર્ષીય કામીની (નામ બદલ્યું છે)ને સાગર સંજયભાઈ પટેલે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. જો કે સાગર કામીનીને લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળોએ લઈ જઈ પાંચથી છ વખત શારીરિક શોષણ કર્યું હતું. ગત તા.14-8-24ના રોજ સાગર કામીનીના ઘર નજીક આવતા જ ફળિયાના લોકોએ તેને પકડી પાડયો હતો. બાદમાં પરિવારજનોએ કામીનીની પૂછપરછ કરતા આખો ભાડો ફુટી ગયો હતો. સાગરે કામીનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યાનું બહાર આવતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. એટલું જ નહીં પણ સાગરે પરિવારને ધાકધમકી આપતા માતાએ પોલીસમાં કરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે હવસખોર સાગર પટેલની ધરપકડ કરાઈ હતી.
વલસાડ કોર્ટમાં આ ગંભીર કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યુટર એન.ડી.પ્રજાપતિએ પિડીતા સહિતના અનેક લોકોની જુબાની મેડિકલ રિપોર્ટ સહિત અનેક સજ્જડ પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી. દલીલો બાદ જજ નીપા સી.રાવલે હવસખોર આરોપી સાગર પટેલને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. સાથે કોર્ટે પિડીતાને વિકટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ.3 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.