Valsad

ભિલાડના જંબુરી ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી 152 ગ્રામ ગાંજો પકડાયો : રૂ.10.20 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વલસાડની જંબુરી ચેકપોસ્ટ નજીક ભીલાડ પોલીસે આઈસર ટેમ્પો અટકાવ્યો હતો. કેબિનમાંથી તીવ્ર વાસવાળો શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળ્યો, જે ગાંજો હોવાનું FSL તપાસમાં ખુલ્યું. પોલીસે રૂ. 7900નો 152 ગ્રામ ગાંજો અને કુલ રૂ. 10.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બિહારના ચાલક રાજેશકુમાર સિંગ (ઉં.વ. 38)ની ધરપકડ કરી, જેણે 12 દિવસ પહેલા શિલધર પંડિત પાસેથી રૂ. 1500માં ગાંજો ખરીદ્યાનું કબૂલ્યું. ભીલાડ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડના જંબુરી ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી 152 ગ્રામ ગાંજો પકડાયો : રૂ.10.20 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

Valsad News : વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસે આવેલી જંબુરી ચેકપોસ્ટ નજીક આઇસર ટેમ્પો (નં.જીજે-15-યુયુ-1950)ને અટકાવ્યો હતો. બાદમાં પોલીસે ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતા કશું હાથ લાગ્યું ન હતું. જો કે ટેમ્પાના કેબિનમાં તપાસ કરતા એક કાળા અને ગ્રે રંગની બેગમાંથી પ્લાસ્ટિકના ઝભલામાં તીવ્ર વાસ ધરાવતો શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા તેણે આ જથ્થો ગેરકાયદેસર ગાંજો હોવાનું જાવ્યું હતું.
પોલીસ એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાંજો હોવાનું ફલિત થયું હતું. પોલીસે રૂ.7900ની કિંમતનો 152 ગ્રામ જથ્થા સહિત કુલ રૂ.10.20 લાખના મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાજેશકુમાર વિદ્યાધર સિંગ (ઉં.વ.38, રહે. બહેરવારી, બિહાર)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં આરોપીએ 12 દિવસ અગાઉ શિલધર પંડિત નામના ઇસમ પાસેથી રૂ.1500માં પોતાના પીવાના ઉપયોગ માટે ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી. ભિલાડ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.