Valsad

વલસાડના તિથલ ખાતે અવાવરુ જગ્યામાં 15 વર્ષીય તરૂણી પર સામૂહિક દુષ્કર્મ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડના તિથલ વિસ્તારમાં 15 વર્ષીય તરૂણી પર 3 તરૂણોએ સામૂહિક દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી રવિવારે રાત્રે તિથલ દરિયા કિનારે લઈ જઈ આ કૃત્ય આચર્યું હતું. પરિવારે શોધખોળ કરતા ત્રણેયને પકડી પોલીસને સોંપ્યા. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના તિથલ ખાતે અવાવરુ જગ્યામાં 15 વર્ષીય તરૂણી પર સામૂહિક દુષ્કર્મ

Valsad News : વલસાડના પોષ ગણાતા તિથલ વિસ્તારમાં એકાંત સ્થળે 15 વર્ષીય તરૂણી પર ત્રણ તરુણોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર તરૂણી અને તરૂણ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ગઈકાલે રવિવારે રાત્રે તરૂણીને ત્રણે તરૂણો તિથલ દરિયા કિનારે લઈ ગયા બાદ ખોટુ કામ કર્યું હતું. તરૂણી ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોને પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
પ્રાપ્ત અને પોલીસ પાસેથી મળતિ વિગત મુજબ વલસાડ ખાતે રહેતા એક પરિવારની 15 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) અને વલસાડમાં જ રહેતા તરૂણ વચ્ચે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ઓળખાણ થયા બાદ ધીરે ધીરે મિત્રતા થઈ હતી. તરૂણી અને તરૂણ ઇન્સ્ટાગ્રામ પર એક બીજાને ચેટ પણ કરતા હતા. ગઈકાલે રવિવારે રાત્રે કામીનીના પરિવારજનો બહાર ગયા હતા. તે દરમિયાન તરૂણે કામીનીનો સંપર્ક કર્યો હતો. બાદમાં તરૂણ અને તેના બે મિત્રો કામીનીને તિથલના દરિયા કિનારે લઈ ગયા હતા.
કામવાસનામાં ચકચુર એવા કામીનીના મિત્રએ તિથલ વિસ્તારના અવાવરુ જગ્યામાં કામીની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં પણ અન્ય બે તરૂણોએ પણ વારાફરતી ખોટુકામ કર્યું હતું. બીજી તરફ કામીની ઘરેથી ગાયબ થયાનું જણાતા પરિવારજનો ચિંતિત બની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન તિથલ વિસ્તારમાંથી કામીની અને ત્રણ તરૂણો મળી આવ્યા હતા. પરિવારને ખોટુ થયાનું લાગતા ત્રણેય તરૂણોને પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસે પોસ્કો સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. આ ઘટના બાળકો દ્વારા સોશિયલ મિડિયા અને મોબાઈલના અવિચારી ઉપયોગ સામે વાલીઓ માટે લાલબત્તી સમાજ છે. સગીર બાળકો મોબાઈલ પર કોના સંપર્કમાં છે અને ડિજીટલ પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે તે અંગે વાલીઓ પુરતી દેખરેખ અને સતર્કતા દાખવે તે અત્યંત જરૂરી છે.