Valsad

ભિલાડ હાઈવે પર કારમાંથી 10 કિલો ગાંજો પકડાયો : ચારની ધરપકડ, ત્રણ વોન્ટેડ

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
વલસાડ SOGએ ઉમરગામના ભિલાડ હાઇવે પરથી કારમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. પોલીસે 4 આરોપી મોહમદ મોમિન, રાહુલસિંહ, સંદીષકુમાર અને ખુન્નુર આલમની ધરપકડ કરી. ઓડિશાથી સેલવાસ લઈ જવાતો 4.98 લાખનો ગાંજો, 5 મોબાઈલ અને કાર સહિત 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. 3 આરોપી વોન્ટેડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડ હાઈવે પર કારમાંથી 10 કિલો ગાંજો પકડાયો : ચારની ધરપકડ, ત્રણ વોન્ટેડ

Vapi Ganja Smuggling : ઉમરગામના ભિલાડ હાઇવે પર વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કારમાંથી 10 કિલો ગાંજોનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ગાંજાનો જથ્થો ઓડિસાથી સેલવાસ લઈ જવાતો હતો. જો કે કાર સેલવાસ પહોંચે તે પહેલા જ પોલીસે પકડી પાડી હતી.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઇ. વાય પી.હડીયા અને ટીમે ભિલાડના તલવાડા હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન મુંબઇથી આવી રહેલી વેગનઆર કાર (નં.એમએચ-02-જીએસ-5338)ને અટકાવી હતી. કારમાં સવાર ચાર શખ્સોની પુછપરછ કર્યમાં સઘન તપાસ આદરી હતી. જે વેળાએ બેગ અને થેલામાં તપાસ કરતા પાંચ અલગ અલગ પાર્સલો મળી આવ્યા હતા. તમામ પાર્સલો ખોલતા સફેદ કલરના પાવડર ભરેલી થેલી મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ.4.98 લાખની કિંમતના 9.961 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, 5 મોબાઇલ અને કાર મળી કુલ રૂ.5.83 લાખનો મુદ્દામાલ જપકથી હતો. જ્યારે ચાર આરોપી મોહમદ મોમિન ઉર્ફે રેહાન ઇસ્લામુદ્દીન મલીક (ઉવ.29), રાહુલસિંહ જગતસિંહ (ઉ.વ.26), સંદીષકુમાર મુગુલાલ ગૌતમ (ઉ.વ.26) (તમામ રહે. સેલવાસ), ખુન્નુર આલમ ઇશરાફીલ શાહ (ઉ.વ.27, રહે. નાની તંબાડી. નાનાપોંઢા)ની ધરપકડ કરી હતી.
આરોપીની પુછપરછમાં ખુલાસો થયો છે કે ગાંજાનો જથ્થો ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી સપ્લાયર સાહુભાઈ મેડકચલ પાસેથી મેળવવામાં આવ્યો હતો. સેલવાસના સુરજકુમાર પિંદન કહેવાથી આ માદક પદાર્થ લાવવામાં આવ્યો હતો અને સેલવાસ ખાતે રહેતા રાજકુમાર નામના ઈસમને પહોંચાડવાનો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપી સાહુભાઈ મેડકચલ (રહે. ભુવને શ્વર, ઓડિશા), સુરજકુમાર ચિંદ અને રાજકુમાર ( બન્ને રહી સેલવાસ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.