Gujarat

લાલોડાની સીમના કૂવામાંથી ખેતમજૂરનો મૃતદેહ મળ્યો

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
લાલોડાની સીમના કૂવામાંથી ખેતમજૂરનો મૃતદેહ મળ્યો

ઈડર, તા. 2

ઈડરના લાલોડાની સીમમાં ખેતમજૂર તરીકે કામ કરતા યુવકનું બુધવારે સવારે કોઈ કારણસર કુવામાં પડી જતાં મોત નિપજ્યું હતું. ફાયરબ્રિડેને પાંચેક કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઈડરના લાલોડાની સીમમાં છેલ્લા કેટલાક સમયથી પંચમહાલના હાલોલ વિસ્તારનો કરશન નાયક નામનો યુવક ખેતમજૂરી અર્થે રહે છે. બુધવારે સવારે કોઈ કારણસર આ યુવક કુવામાં પડી જતાં ભારે હોહા મચી ગઈ હતી. દરમિયાન ઘટના બાબતે ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરાતાં આ બંને સેવાઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ તાકિદે કુવામાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ લાંબી શોધખોળ છતાં યુવકનો કોઈ પત્તો લાગતો નહતો. આખરે પાંચેક કલાકની શોધખોળ બાદ કુવામાં આવેલા એક બખોલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.