મકાનમાલિક અચાનક ભાડું વધારે કે ઘર ખાલી કરાવવાની ધમકી આપે તો શું કરવું? જાણો કાયદાકીય હક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rental Property Issue: દેશમાં લાખો ભાડૂઆતોની સૌથી મોટ ચિંતા એ હોય છે કે, ક્યાંક મકાનમાલિક અચાનક ભાડું ના વધારી દે અથવા રાતોરાત ઘર ખાલી કરવાનું ના કહી દે. આવી સ્થિતિમાં મોટાભાગના ભાડૂઆતો ગભરાઈ જાય છે અને મકાનમાલિકની ગેરવાજબી શરતો માનવા માટે મજબૂર બની જાય છે. ત્યારે સવાલ થાય છે કે, શું મકાનમાલિકને આવું કરવાનો કાયદેસર અધિકાર છે? તો તેનો જવાબ છે - બિલકુલ નહીં.
દેશમાં મકાનમાલિકની સત્તાઓ મર્યાદિત છે. ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના સંબંધો મુખ્યત્વે Transfer of Property Act, 1882, રાજ્યોના પોતાના Rent Control Act અને નવા Model Tenancy Act, 2021 દ્વારા નક્કી કરવામાં આવે છે. તેથી તમારા અધિકારોને સમજીને તમે મકાનમાલિકની કોઈપણ ગેરકાયદેસર માગણીનો યોગ્ય જવાબ આપી શકો છો.
એગ્રીમેન્ટની શરતોની બહાર કંઈ પણ નહીં
જો તમારી અને મકાનમાલિક વચ્ચે લેખિત અને સહી-સિક્કાવાળો રેન્ટ એગ્રીમેન્ટ છે, તો ભાડૂઆત દસ્તાવેજની શરતો અનુસાર ચાલશે. મકાનમાલિક ભાડું ત્યારે જ વધારી શકે છે, જ્યારે એગ્રીમેન્ટમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. જેમ કે, 11 મહિના બાદ ભાડામાં 10 ટકાનો વધારો થશે અથવા વાર્ષિક ધોરણે પરસ્પર સંમતિથી ફેરફાર કરવામાં આવશે. જો એગ્રીમેન્ટમાં ભાડું વધારવાની કોઈ જોગવાઈ નથી, તો તમે વધેલું ભાડું ચૂકવવા માટે બંધાયેલા નથી. મકાનમાલિક એગ્રીમેન્ટમાં નક્કી કરેલી સમયમર્યાદા પહેલાં કોઈ માન્ય કારણ વગર તમને ઘર ખાલી કરવા માટે પણ મજબૂર કરી શકતો નથી.
એગ્રીમેન્ટ ન હોય તો કાયદો શું કહે છે?
જો તમારી પાસે કોઈ લેખિત કરાર અથવા એગ્રીમેન્ટ નથી અને તમે માત્ર મૌખિક વાતચીતના આધારે મકાનમાં રહેતા હો, તો સ્થિતિ થોડી અલગ હોય છે. Transfer of Property Act, 1882ની કલમ 106 મુજબ, લેખિત કરાર ન હોય તો રહેણાંક મિલકતની ભાડૂતગીરીને સામાન્ય રીતે મહિને-મહિને ચાલતી ભાડૂતગીરી તરીકે માનવામાં આવે છે. કારણ કે, આ માસિક ભાડૂતગીરી હોય છે, મકાનમાલિક આગામી મહિનાથી ભાડું વધારવાની વાત કરી શકે છે. જો તમે વધેલા ભાડા પર સંમત ન થાઓ, તો મકાનમાલિક અથવા ભાડૂઆતમાંથી કોઈપણ વ્યક્તિ 15 દિવસની લેખિત નોટિસ આપીને ભાડૂતગીરી સમાપ્ત કરી શકે છે.




