Utility

ગુરુવારે 45 મિનિટ માટે બંધ રહેશે UPI સર્વિસ, સરકારી બૅન્કે સમય અને કારણ સાથે જાહેરાત કરી

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
SBIના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. 19 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:15થી 2:00 વાગ્યા (IST) સુધી, એટલે કે 45 મિનિટ માટે, બૅંકની UPI સેવાઓ મેન્ટેનન્સના કારણે બંધ રહેશે. આ અંગે SBIએ પોતાના X એકાઉન્ટ પર જાણકારી આપી છે. જોકે, આ સમયગાળા દરમિયાન ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. અસુવિધા બદલ બૅંકે ખેદ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુરુવારે 45 મિનિટ માટે બંધ રહેશે UPI સર્વિસ, સરકારી બૅન્કે સમય અને કારણ સાથે જાહેરાત કરી

SBI UPI Maintenance Schedule: દેશની સૌથી મોટી સરકારી બૅંક ભારતીય સ્ટેટ બૅંક(SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બૅંકની UPI સેવા 19 નવેમ્બરના રોજ આશરે 45 મિનિટ માટે બંધ રહેવાની છે. આ અંગેની માહિતી ખુદ બૅંક દ્વારા આપવામાં આવી છે. બૅંકે જણાવ્યું છે કે મેન્ટેનન્સના કામને કારણે 19 નવેમ્બરના રોજ SBI મારફતે થતી UPI સેવાઓ થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં.

મેન્ટેનન્સના કારણે બપોરે 45 મિનિટ સેવા ખોરવાશે

19 નવેમ્બર 2026ના રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાની UPI સેવાઓ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બૅંકની સેવાઓનું મેન્ટેનન્સ કરવામાં આવશે. આ અંગે બૅંકે સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકોને જાણકારી આપી છે.

SBIએ સત્તાવાર X એકાઉન્ટ પર આપી માહિતી

બૅંકે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'નિયત મેન્ટેનન્સ કામગીરીને કારણે 19.11.2026ના રોજ 01:15 વાગ્યાથી 02:00 વાગ્યા (IST) સુધી SBIની UPI સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ શકે છે. ગ્રાહકો કોઈપણ અવરોધ વિના સેવાઓનો લાભ લઈ શકે તે માટે UPI Liteનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ગ્રાહકોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.'

UPI Lite દ્વારા પેમેન્ટની સુવિધા ચાલુ રહેશે

બૅંકની આ જાહેરાત મુજબ, નિર્ધારિત સમય દરમિયાન સામાન્ય UPI એપ્સ મારફતે પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડશે. જોકે, ગ્રાહકો UPI Liteનો ઉપયોગ કરી શકશે. UPI Liteને નાના વ્યવહારો માટેની પેમેન્ટ સુવિધા તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા યુઝર્સ પોતાના બૅંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરીને સપોર્ટ કરતા પેમેન્ટ એપના વોલેટમાં જમા કરાવી શકે છે. વોલેટમાં બેલેન્સ જમા થયા બાદ દરેક ખરીદી વખતે UPI PIN દાખલ કર્યા વિના પણ પેમેન્ટ કરી શકાય છે.

UPI Liteમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 1,000

તમને જણાવી દઈએ કે, RBIના નિયમો મુજબ UPI Liteમાં દરેક ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા રૂ. 1,000 છે. જ્યારે વોલેટમાં એક સમયે વધુમાં વધુ રૂ. 5,000 રાખી શકાય છે. RBIએ ડિસેમ્બર 2024માં આ મર્યાદામાં વધારો કર્યો હતો. અગાઉ દરેક ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 500 અને વોલેટની મર્યાદા રૂ. 2,000 હતી. જો કે, SBIની UPI સેવા માત્ર 45 મિનિટ માટે જ ખોરવાશે. ત્યારબાદ ગ્રાહકો ફરીથી કોઈપણ UPI એપ મારફતે સરળતાથી પેમેન્ટ કરી શકશે.