Utility

ઓછા વ્યાજે 25 કરોડની લોન આપે છે SBI, જાણો કોણ લાભ લઈ શકે!

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
SBI મહિલા ઉદ્યોગસાહસિકોને 'સ્ત્રી શક્તિ યોજના' હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા યા આગળ વધારવા માટે 25 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટર માટે ઉપલબ્ધ આ યોજનામાં 2 કરોડ સુધીની લોન પર વ્યાજ દરમાં 0.50% છૂટ મળે છે. 7 થી 10 વર્ષમાં ચૂકવણી કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓછા વ્યાજે 25 કરોડની લોન આપે છે SBI, જાણો કોણ લાભ લઈ શકે!

SBI Low Interest Business Loan : દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) મહિલાઓ માટે 'સ્ત્રી શક્તિ યોજના' ચલાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં કે આગળ વધારવામાં મદદ કરવાનો છે.

વ્યવસાય માટે આર્થિક સહાય

મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયો માટે આ યોજના હેઠળ સરળ શરતો પર લોન મળી શકે છે. આ સ્કીમ ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધી શકે.

લોનની રકમ અને ક્ષમતા

વ્યવસાયની જરૂરિયાત અને તેની નાણાકીય સ્થિતિના આધારે મહિલાઓ આ યોજના હેઠળ 25 કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આ લોન વ્યવસાયના રોજબરોજના ખર્ચ તેમજ મશીનરી ખરીદવા માટે આપવામાં આવે છે. બેંક અરજદારની પાત્રતા અને બિઝનેસ પ્લાનને આધિન લોનની આખરી રકમ નક્કી કરે છે.

વ્યાજ દર પર વિશેષ છૂટ

મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે એસબીઆઈ વ્યાજ દરમાં રાહત આપે છે. 2 કરોડ રૂપિયા સુધીના લોન પર મહિલાઓને વ્યાજ દરમાં 0.50 ટકા સુધીની છૂટ મળે છે, જેના કારણે લોન ચૂકવવાનો બોજ ઓછો થઈ જાય છે.

ચૂકવણીનો સમય અને શરતો

ટર્મ લોન માટે રકમ ચૂકવવાની સમયમર્યાદા 7 થી 10 વર્ષ સુધીની હોઈ શકે છે. લોનની રકમ અનુસાર બેંક 15 ટકાથી 25 ટકા સુધી માર્જિન મનીની માંગ કરી શકે છે, એટલે કે પ્રોજેક્ટના કુલ ખર્ચનો થોડો હિસ્સો અરજદારે જાતે કરવાનો રહે છે અને બાકીની રકમ બેંક લોન તરીકે આપે છે.