Utility

રેલવે મુસાફરો ચેતજો! ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેએ જનરલ ટિકિટના નિયમો સ્પષ્ટ કર્યા છે. પશ્ચિમ રેલવે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને જણાવ્યું કે, RailOne એપ દ્વારા બુક કરાયેલી ટિકિટ જ માન્ય ગણાશે. WhatsApp કે સ્ક્રીનશોટ બતાવનાર મુસાફરોને અમાન્ય ગણી રૂ. 500નો દંડ થઈ શકે છે. ટિકિટ રજિસ્ટર્ડ ફોનમાં જ એપ ખોલીને બતાવવી ફરજિયાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે મુસાફરો ચેતજો! ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ

Indian Railways General Ticket Rules : ભારતીય રેલવેએ જનરલ ટિકિટને લઈને મુસાફરોમાં રહેલી મોટી મૂંઝવણ દૂર કરી છે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, જો કોઈ મુસાફર જનરલ ટિકિટનો સ્ક્રીનશોટ અથવા WhatsApp પર આવેલી ટિકિટ બતાવશે, તો તેને અમાન્ય ગણાશે અને તે માટે મુસાફરને ભારે દંડ ભરવો પડી શકે છે.

માત્ર રજિસ્ટર્ડ ફોનમાં એપ ખોલીને બતાવેલી ટિકિટ જ માન્ય

પશ્ચિમ રેલવે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને સ્પષ્ટતા કરી છે કે, RailOne એપ દ્વારા બુક કરાયેલી જનરલ ટિકિટ જ માન્ય ગણાશે. આ ટિકિટ પણ માત્ર એ જ ફોનમાં માન્ય રહેશે જેમાં આ એપ રજિસ્ટર્ડ હોય અને ચેકિંગ દરમિયાન સીધી એપ ઓપન કરીને જ ટિકિટ બતાવવી પડશે. જો કોઈ અન્ય વ્યક્તિએ પોતાના ફોનમાંથી ટિકિટ બુક કરીને WhatsApp કે અન્ય કોઈ રીતે મોકલી હશે અથવા કોઈ સ્ક્રીનશોટ બતાવશે, તો તે અમાન્ય ઠરશે. તેથી મુસાફરી દરમિયાન એ જ ફોન સાથે રાખવો જરૂરી છે જેમાંથી બુકિંગ થયું હોય.

સ્ટેશને પહોંચતા પહેલાં જ ટિકિટ બુક કરવી ફરજિયાત

રેલવેના નિયમ મુજબ બોર્ડિંગ સ્ટેશન પર પહોંચતા પહેલાં જ ટિકિટ બુક થઈ જવી જોઈએ. કોઈ પણ મુસાફર ટિકિટ વગર ટ્રેનમાં ચડી શકશે નહીં કે ચેકિંગ સ્ટાફને જોઈને તાત્કાલિક મોબાઇલથી ટિકિટ બનાવી શકશે નહીં. ડિજિટલ ટિકિટ માન્ય રાખવા માટે મુસાફરી દરમિયાન સંબંધિત ફોન ચાલુ અને પૂરતો ચાર્જ હોવો પણ અનિવાર્ય છે.

મુસાફરો… જાણી લો આ મહત્ત્વની બાબતો

1… મુસાફરી શરૂ કરતાં પહેલાં જ માન્ય ટિકિટ લેવી જરૂરી છે.
2… પોતાના રજિસ્ટર્ડ ફોન પર RailOne એપ દ્વારા જ જનરલ ટિકિટ બુક કરવી.
3… ટિકિટ બુક કરવા માટે જે ફોનનો ઉપયોગ થયો હોય, ટિકિટ પણ તે જ ફોનમાં ઉપલબ્ધ હોવી જોઈએ.
4… WhatsApp દ્વારા મળેલી ટિકિટ કે સ્ક્રીનશોટ અમાન્ય ગણાશે.
5… રજિસ્ટર્ડ મોબાઇલથી બુક થયેલી ટિકિટ ફક્ત તે મોબાઇલ ધારક માટે જ માન્ય રહેશે.
6… મુસાફરી દરમિયાન સંબંધિત ફોન સાથે રાખવો અને તે સ્વિચ ઑફ ન થાય તે રીતે ચાર્જ રાખવો.

રેલવે દ્વારા દંડની રકમમાં વધારો

રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે યોગ્ય ટિકિટ વિના અથવા અમાન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા બદલ લઘુત્તમ દંડ 19 જૂન, 2026થી 250 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.