Utility

ઘરમાં રાખી મૂકેલા જૂના સિક્કા તમને બનાવી શકે છે લખપતિ! જાણો કયા સિક્કાની છે સૌથી વધુ માગ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ઘરમાં પડેલા જૂના સિક્કા તમને રાતોરાત લખપતિ બનાવી શકે છે. બ્રિટિશ ઈન્ડિયાના 1 રૂપિયાના દુર્લભ સિક્કા, ખાસ કરીને 1939ના ચાંદીના સિક્કા, ઓનલાઈન હરાજીમાં લાખોમાં વેચાય છે. ઐતિહાસિક મહત્વ, છાપકામની ભૂલ અને સારી સ્થિતિવાળા સિક્કાઓની ખૂબ માંગ છે. છેતરપિંડીથી બચવા માટે પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી અને માન્ય પ્લેટફોર્મ પર જ વેચાણ કરવું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં રાખી મૂકેલા જૂના સિક્કા તમને બનાવી શકે છે લખપતિ! જાણો કયા સિક્કાની છે સૌથી વધુ માગ
AI તસવીર

Rare British India One Rupee Coin Value: જો તમે વિચારતા હોવ કે તમારા ઘરમાં પડેલા જૂના સિક્કા માત્ર એક યાદગાર વસ્તુ છે, તો તમારી આ વિચારસરણી બદલી નાખો. ભારતભરમાં દુર્લભ અને વિન્ટેજ (Vintage) સિક્કાઓની હરાજી લાખો રૂપિયામાં થઈ રહી છે. જે સિક્કાઓ ઈતિહાસ, કોઈ ખાસ રાજા કે ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલા હોય છે, તેની કિંમત સિક્કા સંગ્રહકર્તાઓ (Collectors) માટે અનેક ગણી વધી શકે છે. ગલ્લા કે જૂની તિજોરીમાંથી નીકળેલા જૂના અને દુર્લભ સિક્કા તમને રાતોરાત લાખપતિ પણ બનાવી શકે છે. બ્રિટિશ કાળના એક રૂપિયાના સિક્કાથી લઈને એરર કોઈન્સ (Error Coins) ની માર્કેટમાં ખૂબ જ માંગ છે. ત્યારે કયા સિક્કાઓ સૌથી મોંઘા વેચાય છે, અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચીને તેને ઓનલાઈન વેચવાની સાચી પ્રક્રિયા શું છે તે જાણીને પણ તમે દંગ રહી જશો.

કયા સિક્કાઓની બજારમાં છે સૌથી વધુ માંગ?

બ્રિટિશ કાળના સિક્કા: બ્રિટિશ શાસન દરમિયાન બહાર પાડવામાં આવેલા સિક્કા કલેક્ટર્સની પહેલી પસંદ રહ્યા છે.

આઝાદી સમયના સિક્કા: 1950ના દાયકામાં જારી કરાયેલા સિક્કાઓની ભારે ડિમાન્ડ છે.

એરર કોઈન્સ (Error Coins): છાપકામ વખતે કોઈ ભૂલ, ખોટી તારીખ કે ડિઝાઈનમાં ગડબડવાળા સિક્કા સૌથી દુર્લભ ગણાય છે, અને તેની કિંમત ખૂબ વધારે મળે છે.

સ્મારક સિક્કા (Commemorative Coins): કોઈ વિશેષ પ્રસંગ, જયંતિ કે રાષ્ટ્રીય ઉત્સવ પર મર્યાદિત સંખ્યામાં બહાર પાડવામાં આવેલા સિક્કા.

એક રૂપિયાનો સિક્કો બનાવી શકે છે લાખપતિ!

ઉદાહરણ તરીકે, વર્ષ 1939નો બ્રિટિશ ઈન્ડિયાનો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો ઓનલાઈન હરાજીમાં લાખો રૂપિયામાં વેચાઈ ચૂક્યો છે. સિક્કાની કિંમત મુખ્યત્વે 4 બાબતો પર નિર્ભર કરે છે:

દુર્લભતા (Rarity): સિક્કો જેટલો ઓછો બનેલો હશે, તેની કિંમત એટલી જ વધુ હશે.

ઐતિહાસિક મહત્વ: ઐતિહાસિક રાજાઓ કે ઘટનાઓ સાથે જોડાયેલા સિક્કા પણ તમને લખપતિ બનાવી શકે છે..

એરર (Error): છાપકામની ભૂલ સિક્કાને ખાસ બનાવે છે.

સિક્કાની સ્થિતિ: સ્ક્રેચ-ફ્રી અને સારી સ્થિતિવાળા સિક્કાની વેલ્યુ સૌથી વધુ હોય છે.

છેતરપિંડીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

સિક્કાનું વજન, ધાતુનો પ્રકાર અને છાપકામનું વર્ષ ધ્યાનથી તપાસો.

ઓનલાઈન વેચતા પહેલાં કોઈ પ્રમાણિત સિક્કા નિષ્ણાત (Numismatist) પાસે તેની સાચી કિંમતનો અંદાજ મેળવો.

કોઈ પણ અજાણી વેબસાઈટ, રજિસ્ટ્રેશન ફી માંગતા ફ્રોડ કે ફેક કોલ પર વિશ્વાસ ન કરો.

ભારતમાં માત્ર માન્યતા પ્રાપ્ત ન્યુમિસ્મેટિક્સ એસોસિએશન અને વિશ્વાસપાત્ર ઓક્શન પ્લેટફોર્મ દ્વારા જ ખરીદ-વેચાણ કરો.