Utility

ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન મૂકવાનો હક કોનો? રેલવેનો નિયમ જાણી ગેરસમજ કરો દૂર

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેના નીચલી બર્થના સામાન નિયમો વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ટ્રેનમાં નીચેની બર્થ નીચે સામાન મૂકવા અંગેના વિવાદો પર પૂર્ણવિરામ મુકાશે. રેલવેના નિયમ મુજબ, નીચેની બર્થની જગ્યા પર મધ્યમ અને ઉપરની બર્થના મુસાફરોનો પણ હક છે. મુસાફરો સ્લીપરમાં 40 કિલો, AC-3/2 ટાયરમાં 40-50 કિલો અને AC ફર્સ્ટ ક્લાસમાં 70 કિલો સામાન લઈ જઈ શકે છે. વિવાદ થતા TTE અથવા 'રેલમદાદ' એપનો ઉપયોગ કરવો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન મૂકવાનો હક કોનો? રેલવેનો નિયમ જાણી ગેરસમજ કરો દૂર

Indian Railways Lower Berth Luggage Rules: ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણીવાર મુસાફરો વચ્ચે લોઅર બર્થ નીચે સામાન રાખવા અંગે દલીલો થતી જોઈ હશે. ઘણા લોકોનું માનવું છે કે, લોઅર બર્થ પર બેઠેલા મુસાફરને તેની નીચેની આખી જગ્યા પર વિશિષ્ટ અધિકાર હોય છે. જો કે, આ ખ્યાલ સંપૂર્ણપણે ખોટો છે. આજે આપણે સમજાવીશું કે લોઅર બર્થ નીચે સામાન મૂકવાનો કોનો હક છે? આ અંગે રેલવેનો નિયમ જાણી ગેરસમજ દૂર કરો.

સીટ તમારી, પણ જગ્યા પર બધાનો હક

રેલવેના નિયમો અનુસાર, જો તમારી ટિકિટ પર લોઅર બર્થ પર તમારું નામ લખેલું હોય, તો તેનો અર્થ એ નથી કે બર્થ નીચેની જગ્યા ફક્ત તમારી જ છે. તે આખો વિસ્તાર એક જ કૂપ અથવા કેબિનના મિડલ અને અપરના બર્થમાં મુસાફરી કરતા મુસાફરો માટે પણ હોય છે, જેનાથી તેઓ તેમનો સામાન લોઅર બર્થ નીચે રાખી શકે છે.

શું છે રેલવેનો નિયમો?

  • લોઅર બર્થના મુસાફરો તેમનો સામાન લોઅર બર્થની નીચેની જગ્યામાં રાખી શકે છે.
  • મિડલ બર્થના મુસાફરો પોતાની બેગ કે સામાન લોઅર બર્થની નીચે નિયુક્ત જગ્યામાં મૂકી શકે છે.
  • ઉપરના બર્થના મુસાફરો પણ પોતાના સામાન લોઅર બર્થની નીચેની જગ્યામાં રાખવા માટે હકદાર છે.

મુસાફરી દરમિયાન આટલું ખાસ ધ્યાન રાખો

બધા મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવેએ કેટલીક મહત્ત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે,
સામાન મર્યાદાનું પાલન કરવું: મુસાફરોનો સામાન રેલવે દ્વારા નિર્ધારિત વજન અને કદ મર્યાદાનું પાલન કરે તે જરૂરી છે. જેમાં મુસાફરોને સ્લીપર ક્લાસમાં 40 કિલો, એસી 3-ટાયર/2-ટાયરમાં 40-50 કિલો અને એસી ફર્સ્ટ ક્લાસમાં 70 કિલો સુધીનો સામાન વધારાના ચાર્જ વિના લઈ જવાની પરવાનગી છે.
વધારાની જગ્યા રોકશો નહીં: સાથી મુસાફરોને અસુવિધા ન થાય તે માટે મુસાફરોએ જરૂર કરતાં વધુ જગ્યા રોકવાનું ટાળવું જોઈએ.
પરસ્પર સહયોગ જરૂરી: ટ્રેન મુસાફરી બધાના આરામ અને પરસ્પર સહયોગ પર આધાર રાખે છે. તેથી સમજદારીપૂર્વક વર્તવું એ શ્રેષ્ઠ અભિગમ છે.

વિવાદ થાય તો શું કરવું?

જો કોઈ સાથી મુસાફર સાથે સામાન રાખવા અંગે દલીલ કે વિવાદ થાય, તો જાતે જ મુકાબલો કરવાને બદલે TTEને ફોન કરવો. તેમજ મુસાફરો 'રેલમદાદ' એપ અથવા હેલ્પલાઇનનો ઉપયોગ કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે.