Utility

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઈન્કમ ટેક્સ અને ITAT ના આ નિયમથી દૂર થશે તમામ ટેન્શન!

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
નાગપુર ITAT એ મહત્વનો ચુકાદો આપ્યો છે કે, ઘરમાંથી મળેલી દરેક જ્વેલરી અઘોષિત આવક ન ગણાય. નિર્મળ કુમાર અગ્રવાલના ઘરે દરોડામાં 2.434 કિલો સોનું મળ્યું હતું. ટ્રિબ્યુનલે પત્નીને પુત્રીઓના જન્મ વખતે ભેટમાં મળેલ 55.8 ગ્રામ અને પુરુષ સભ્યને CBDT નિયમ મુજબ 100 ગ્રામ સુધીના સોનાને માન્ય રાખ્યું છે. પરણિત મહિલા 500 ગ્રામ, અપરિણિત મહિલા 250 ગ્રામ, અને પુરુષ 100 ગ્રામ સોનું બિલ વગર રાખી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઈન્કમ ટેક્સ અને ITAT ના આ નિયમથી દૂર થશે તમામ ટેન્શન!

Income Tax Rules For Holding Gold: શું ઘરમાં રાખેલું વધુ સોનું ઈન્કમ ટેક્સ વિભાગ માટે મુશ્કેલી બની શકે છે? આ સવાલનો જવાબ તાજેતરના એક કાયદાકીય કેસમાં સામે આવ્યો છે. નાગપુર ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે, ઘરમાંથી મળેલી દરેક જ્વેલરીને માત્ર એ જ કારણથી વ્યક્તિની અઘોષિત (Unexplained) આવક માની શકાય નહીં કે, તે તેના ઘરમાંથી મળી આવી છે. દાગીના કોના છે, ક્યાંથી આવ્યા છે, અને પરિવારની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ શું છે, તે બાબતો ધ્યાને લેવી જરૂરી છે.

નાગપુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કિસ્સો

આ કેસ નાગપુરના સીએ નિર્મળ કુમાર અગ્રવાલનો છે. 26 જુલાઈ 2016ના રોજ તેમના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અંદાજે 2.434 કિલો સોનાના દાગીના મળ્યા હતા, જેની કિંમત ₹90.59 લાખ જેટલી હતી. તેમાંથી 1.314 કિલો જ્વેલરી જપ્ત કરાઈ હતી.

ITATની મહત્ત્વની સ્પષ્ટતા અને રાહત

ઇન્કમ ટેક્સ અધિકારીએ શરૂઆતમાં ₹50 લાખની જ્વેલરીને અઘોષિત ગણાવી ટેક્સમાં ઉમેરી દીધી હતી. પરંતુ ITAT એ પરિસ્થિતિની સમીક્ષા કરીને મહત્ત્વના અવલોકનો કર્યા હતા.

પત્નીના દાગીના પતિના ન ગણાય: કિસ્સામાં 55.8 ગ્રામ જ્વેલરી પત્નીને તેની બંને પુત્રીઓના જન્મ સમયે માતાપિતા તરફથી ભેટમાં મળી હતી. ITATએ સ્વીકાર્યું કે, જો દાગીના પરિવારના અન્ય સભ્યના હોય અને તેનો યોગ્ય સ્રોત હોય, તો તેને પતિની આવક ગણી શકાય નહીં.

CBDTની સીમા અને પુરુષ સભ્યનો અધિકાર: અગ્રવાલના નામે રહેલા 121.5 ગ્રામ સોનામાંથી માત્ર 48.9 ગ્રામનો જ સ્રોત વિવાદમાં હતો. ITAT એ નોંધ્યું કે, CBDTના સર્ક્યુલર (ઇન્સ્ટ્રક્શન નં. 1916) મુજબ પુરુષ સભ્ય માટે 100 ગ્રામ સુધીના સોનાની છૂટ છે. 48.9 ગ્રામ સોનું આ મર્યાદાથી ઓછું હોવાથી તેને વ્યાજબી ગણવામાં આવ્યું હતું.

CBDTના નિયમો અને સાવચેતી

CBDTના નિયમો અનુસાર, ઇન્કમ ટેક્સ દરોડા દરમિયાન પરણિત મહિલા 500 ગ્રામ, અપરિણિત મહિલા 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સુધી સોનાના દાગીના વગર કોઈ પૂરવા રાખી શકે છે, અને તેને જપ્ત કરી શકાતા નથી. જોકે, આ એક બેન્ચમાર્ક છે. તેથી સોનું ખરીદતી વખતે બિલ સાચવવું, બેંકિંગ ચેનલથી ચુકવણી કરવી અને વારસામાં મળેલા દાગીનાનો યોગ્ય રેકોર્ડ રાખવો સમજદારીભર્યું છે.