ESIC New Rules: સરકારે બદલ્યા 76 વર્ષ જૂના નિયમો! હવે ક્લેમ કર્યા વગર સીધા ખાતામાં આવશે પૈસા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ESIC New Rules 2026 Automatic Sickness Maternity Benefit: કેન્દ્ર સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ આવતા કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે આશરે 76 વર્ષ જૂના 'કર્મચારી રાજ્ય વીમા વિનિયમ, 1950' ના નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો મુજબ, હવે લાયક વીમાધારક કર્મચારીઓને બીમારી અને માતૃત્વ લાભ (Sickness and Maternity Benefits) મેળવવા માટે અલગથી ક્લેમ ફાઈલ કરવાની જરૂર રહેશે નહીં. ESIC દ્વારા સીધા તેમના બેંક ખાતામાં લાભની રકમ મોકલી આપવામાં આવશે.
શું છે નવા નિયમો અને 3 અનિવાર્ય શરતો?
ઓટોમેટિક DBT પ્રોસેસ: નવા 'કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) વિનિયમ, 2026' હેઠળ બીમારી અને માતૃત્વ લાભના ક્લેમ ઓટોમેટિક રીતે પ્રોસેસ થશે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા ખાતામાં રકમ જમા થશે.
3 શરતો ફરજિયાત: આ સુવિધા માટે (1) મેડિકલ સર્ટિફિકેટ ESICની સિસ્ટમ દ્વારા જનરેટ થયેલું હોવું જોઈએ, (2) એમ્પ્લોયરએ પોર્ટલ પર જરૂરી માસિક રિટર્ન જમા કરાવ્યું હોવું જોઈએ, અને (3) કર્મચારીનું બેંક ખાતું તથા ઈન્સ્યોરન્સ નંબર આધાર (Aadhaar) સાથે લિંક હોવા જરૂરી છે.
વેતન મર્યાદા અને ફાળો: ESIC સભ્યપદ માટે સામાન્ય કર્મચારીઓની માસિક પગાર મર્યાદા ₹21,000 અને દિવ્યાંગ કર્મચારીઓ માટે ₹25,000 નક્કી કરાઈ છે. ફાળાના દરમાં કોઈ ફેરફાર નથી, જેમાં કર્મચારી ગ્રોસ સેલરીના 0.75% અને એમ્પ્લોયર 3.25% ફાળો આપે છે.
કામ દરમિયાન ઈજા કે મૃત્યુના કિસ્સામાં સરળ પ્રક્રિયા
એમ્પ્લોયરનો રિપોર્ટ જ ક્લેમ ગણાશે: રોજગાર દરમિયાન ઈજા થાય અને કર્મચારી કાયમી કે કામચલાઉ દિવ્યાંગ બને, તો એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને જ લાભ માટેનો ક્લેમ ગણી શકાશે.
આશ્રિતોને પણ સીધો લાભ: કર્મચારીના મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને મળતા લાભ માટે પણ અલગથી ક્લેમ દાખલ કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી કાગળની કાર્યવાહી ઘટશે અને અનેક પ્રક્રિયાઓ ઓનલાઈન પૂર્ણ થઈ શકશે.




