માત્ર ઉધાર લેવાનું સાધન નથી ક્રેડિટ કાર્ડ: ફ્રી વીમો અને કેશબેક સહિતના 6 મોટા ફાયદા જાણી લો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Credit Card Benefits: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ લગભગ દરેકના ખિસ્સામાં હોય છે. મોટા ભાગના લોકો તેને માત્ર લોન લેવાનું સાધન સમજે છે. પરંતુ સત્ય એ છે કે જો તેનો સમજદારીથી ઉપયોગ કરવામાં આવે તો તે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ તમારા ખિસ્સા માટે એક એવો વિકલ્પ છે જે માત્ર કેશબેક અને રિવોર્ડ્સ જ નથી અપાવતો, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવા પર બચત, સારો ક્રેડિટ સ્કોર અને મજબૂત નાણાકીય ભવિષ્યનું ટૂલ પણ બની શકે છે. કેશબેક અને રિવોર્ડ પોઈન્ટનો ફાયદો, લાખો રૂપિયાનું ફ્રી ઈન્શ્યોરન્સ કવર કે પછી સામાન ખરીદવા પર મળતી સુવિધાઓ, આ બહું બધા ક્રેડિટ કાર્ડના એવા ફાયદા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સારી થઈ શકે છે.
ફ્યૂઅલ સરચાર્જ પર છૂટ
પેટ્રોલ-ડીઝલ પુરાવતી વખતે કાર્ડથી પેમેન્ટ કરવા પર લગભગ 1% ફ્યૂઅલ સરચાર્જ ઘણી બેન્કો સંપૂર્ણપણે માફ કરી દે છે. પહેલી નજરે આ છૂટ નાની લાગે છે, પરંતુ દરરોજ લાંબા અંતર માટે વાહન ચલાવનારાઓ માટે વર્ષભરમાં આ એક સારી એવી બચત બની જાય છે.
મફત વીમા કવર
કેટલાક ક્રેડિટ કાર્ડ્સ ગ્રાહકોને ઈન-બિલ્ટ ફ્રી ઈન્શ્યોરન્સ કવર આપે છે. જેમ કે એક્સિડેન્ટલ કવર, મુસાફરી દરમિયાન સામાન ખોવાઈ જવા પર સુરક્ષા અને કાર્ડ ચોરી થવા પર થતા નુકસાનથી પ્રોટેક્શન. કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં આ મોટો ફાઈનાન્શિયલ સહારો બને છે, જોકે આ દરેક કાર્ડમાં નથી હોતું.
સામાન ખરીદવા પર મળતી સુવિધાઓ
કાર્ડથી મોંઘા ગેજેટ કે ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવા પર કેટલીક કાર્ડ કંપનીઓ મેન્યુફેક્ચરર વોરંટી પૂરી થયા પછી પણ 1 થી 2 વર્ષની એક્સ્ટ્રા વોરંટી આપે છે. આનાથી વોરંટી પિરિયડ પૂરો થયા પછી પણ રિપેરિંગ ખર્ચમાંથી રાહત મળે છે. આ સાથે જ ક્રેડિટ કાર્ડથી ખરીદેલો સામાન ચોરી થઈ જાય કે તૂટી-ફૂટી જાય, તો કેટલીક કાર્ડ કંપનીઓ તેનું નુકસાન કવર કરે છે. આ ફીચર ડર વગર મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાનો ભરોસો આપે છે.
કેશબેક અને રિવોર્ડ પોઈન્ટનો ફાયદો
સામાન્ય રીતે ઘણા ક્રેડિટ કાર્ડ કેશબેક તરીકે તમારા ખર્ચના 1 થી 5% સુધી પરત કરે છે. આ ઉપરાંત પોઈન્ટ્સ કાર્ડ્સમાં તમને ફ્લેક્સિબલ પોઈન્ટ્સ મળે છે, જેનો ઉપયોગ તમે ટ્રાવેલ, ગિફ્ટ કાર્ડ્સ અથવા સામાન ખરીદવા માટે કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમે ગ્રોસરી, ગેસ કે ડાઈનિંગ જેવી ખાસ કેટેગરીઝમાં વધુ ખર્ચ કરો છો, તો આ કેટેગરીના કાર્ડ તમને એક્સ્ટ્રા રિવોર્ડ્સ આપે છે. આ તમારા રોજિંદા ખર્ચને ઓછા કરી શકે છે.
CIBIL સ્કોરમાં સુધારાનો ફાયદો
દરેક મહિને સમયસર પૂરૂ બિલ ચૂકવવાથી CIBIL સ્કોર મજબૂત થાય છે. મજબૂત સ્કોરનો સીધો ફાયદો એ છે કે ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન ઓછા વ્યાજ દરો પર સરળતાથી મળી શકે છે.
ખર્ચાઓ પર સારું કંટ્રોલ અને ટ્રેકિંગ
દર મહિને આવતું સ્ટેટમેન્ટ તમારા ખર્ચાઓનો સંપૂર્ણ અરીસો હોય છે. આનાથી ખબર પડે છે કે પૈસા ક્યાં વધુ ખર્ચ થયા, જેનાથી યોગ્ય બજેટ બનાવવામાં અને અયોગ્ય ખર્ચ રોકવામાં મદદ મળે છે.




