Utility

SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર: આ તારીખથી બદલાશે ટ્રાન્ઝેક્શન ચાર્જ, ખિસ્સાં પર વધશે બોજ!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ 1 ઓક્ટોબરથી BSBD ખાતાધારકો માટે ATM અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મહિનાના પ્રથમ 4 મફત વ્યવહારો પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને GST ચાર્જ લાગશે. આ નવા નિયમમાં રોકડ ઉપાડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન બંનેનો સમાવેશ થશે, જે ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર: આ તારીખથી બદલાશે ટ્રાન્ઝેક્શન ચાર્જ, ખિસ્સાં પર વધશે બોજ!

SBI Updates BSBD Transaction Rules: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ખાતાધારકો માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જો તમારું ખાતું સ્ટેટ બેંકમાં હોય, તો 1 ઓક્ટોબરથી તમારા ખિસ્સા પર સીધી અસર પડી શકે છે. બેંકે બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ માટે ATM અને બેંક બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવાના તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાર્જના નિયમોમાં મોટો સુધારો કર્યો છે.

4 ફ્રી લિમિટ બાદ લાગશે 15 રૂપિયા વત્તા GST ચાર્જ

SBI દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ અનુસાર:

  • BSBD એકાઉન્ટ ધારકોને મહિનામાં પ્રથમ 4 ટ્રાન્ઝેક્શન અથવા ઉપાડ તદ્દન મફત મળશે.
  • 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા બાદ 5મા ટ્રાન્ઝેક્શનથી પ્રત્યેક વ્યવહાર પર 15 રૂપિયા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.
  • આ 15 રૂપિયાના ચાર્જ ઉપરાંત ગ્રાહકોએ તેના પર લાગુ થતો GST પણ અલગથી ચૂકવવો પડશે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ 4 ફ્રી લિમિટમાં ગણાશે

અગાઉ BSBD ખાતામાં કરવામાં આવતા ડિજિટલ વ્યવહારોને 4 ફ્રી રોકડ ઉપાડની મર્યાદામાં સામેલ કરવામાં આવતા નહોતા. પરંતુ SBI એ હવે આ છૂટછાટ નાબૂદ કરી દીધી છે.

નવા નિયમ હેઠળ રોકડ ઉપાડ, ATM ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને એકત્રિત કરીને મહિનાના 4 ફ્રી વ્યવહારોમાં ગણવામાં આવશે. આ 4 વ્યવહારો પૂર્ણ થયા પછી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા વત્તા GST ચાર્જ લાગુ થશે.

શું છે BSBD એકાઉન્ટ અને તેના મુખ્ય નિયમો?

BSBD એકાઉન્ટ નિયમિત સેવિંગ્સ એકાઉન્ટ કરતાં અલગ હોય છે. આ ખાતું ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે તૈયાર કરવામાં આવ્યું છે:

  • ઝીરો બેલેન્સ સુવિધા: આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની કોઈ શરત હોતી નથી, જેથી કોઈ વધારાના ચાર્જ વિના બચત કરી શકાય છે.
  • ચેકબુક અને ATM: આ ખાતા સાથે ચેકબુક આપવામાં આવતી નથી, પરંતુ એક બેસિક ATM કાર્ડ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • સરકારી ચેક ડિપોઝિટ: કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવવા પર કોઈ ફી વસૂલવામાં આવતી નથી.
  • બંધ ખાતું પુનઃ શરૂ કરવા પર શૂન્ય ફી: જો કોઈ કારણોસર ખાતું બંધ થઈ જાય, તો તેને ફરીથી શરૂ કરાવવા માટે કોઈ ચાર્જ લાગતો નથી.
  • એક કરતાં વધુ ખાતા પર પ્રતિબંધ: એક વ્યક્તિ માત્ર એક જ BSBD ખાતું ખોલાવી શકે છે. જો કોઈ ગ્રાહકના અન્ય બેંકમાં પણ ખાતા હોય, તો તે વધારાનું ખાતું 30 દિવસની અંદર ફરજિયાતપણે બંધ કરાવવું પડે છે.