Utility

PNB ગ્રાહકો માટે ઍલર્ટ: 10 નવેમ્બર પહેલાં પૂરા કરો આ કામ, નહીં તો બૅન્ક ખાતા બંધ થઈ જશે!

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
પંજાબ નેશનલ બૅંક(PNB) 10 નવેમ્બર 2026 પછી નિષ્ક્રિય ઝીરો બેલેન્સવાળા ખાતા બંધ કરશે. 30 સપ્ટેમ્બર 2023 પછી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય અને ખાતામાં બેલેન્સ શૂન્ય હોય તેવા ખાતાઓને બૅંક બંધ કરશે. ગ્રાહકોએ બૅંક શાખાનો સંપર્ક કરીને ઓળખ, સરનામાનો પુરાવો અને પાન કાર્ડ આપી ખાતું ફરીથી સક્રિય કરાવી શકે છે. વધુ માહિતી માટે 1800-1800 અથવા 1800-2021 પર સંપર્ક કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PNB ગ્રાહકો માટે ઍલર્ટ: 10 નવેમ્બર પહેલાં પૂરા કરો આ કામ, નહીં તો બૅન્ક ખાતા બંધ થઈ જશે!

PNB Closes Inactive Zero Accounts: દેશની અગ્રણી સરકારી બૅંક પંજાબ નેશનલ બૅંક (PNB)ના ગ્રાહકો માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બૅંક આગામી 10 નવેમ્બર 2026 પછી કેટલાક નિષ્ક્રિય ખાતાઓને કાયમ માટે બંધ કરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમયથી વણવપરાયેલા ખાતાઓનો દુરુપયોગ રોકવા અને સુરક્ષા જોખમો ઘટાડવાના હેતુથી બૅંક દ્વારા આ મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

કયા ખાતાઓ પર બૅંક કરશે કાર્યવાહી?

બૅંક તમામ ઇનએક્ટિવ ખાતાઓને બંધ નથી કરી રહી, પરંતુ નીચે મુજબની બંને શરતો પૂરી કરતાં હોય તેવા ખાતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે:

પ્રથમ શરત: ખાતામાં 30 સપ્ટેમ્બર 2023 પછી ગ્રાહક તરફથી કોઈપણ પ્રકારનું નાણાકીય કે બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન કે ઓપરેશન ન થયું હોય (એટલે કે 3 વર્ષથી વધુ સમયથી ખાતું વણવપરાયેલું હોય).

બીજી શરત: ખાતામાં બેલેન્સ શૂન્ય હોય.

ક્યારે ઇનઓપરેટિવ માનવામાં આવે છે બૅંક એકાઉન્ટ?

● PNBની ગાઇડલાઇન્સ મુજબ જો કોઈ ખાતામાં સતત 24 મહિના સુધી ગ્રાહક તરફથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન થાય, તો તેને ઇનઓપરેટિવ જાહેર કરવામાં આવે છે.

● જોકે ખાતું ઇનઓપરેટિવ થવું અને બૅંક દ્વારા ખાતું બંધ કરી દેવું એ બંને અલગ બાબતો છે. હાલના ઍલર્ટમાં 3 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય અને ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓને જ બંધ કરવાના દાયરામાં સામેલ કરાયા છે.

કેવી રીતે ચેક કરશો એકાઉન્ટ સ્ટેટસ અને ફરી ચાલુ કરવાની રીત

  •  સૌથી પહેલા તમારા PNB એકાઉન્ટનું બેલેન્સ અને છેલ્લા ટ્રાન્ઝેક્શનની તારીખ તપાસો; જો બેલેન્સ ઝીરો હોય અને 30 સપ્ટેમ્બર 2023 પછી કોઈ કામગીરી ન થઈ હોય, તો તુરંત બૅંક શાખાનો સંપર્ક કરો.
  • ખાતું ફરીથી ઓપરેટિવ કરાવવા માટે ઓળખ અને સરનામાનો પુરાવો (જેમ કે પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ) જમા કરાવવાના રહેશે.
  • ટેક્સ સંબંધિત દસ્તાવેજોમાં પાન કાર્ડ અથવા ફોર્મ 60 રજૂ કરવાનું રહેશે.
  • ખાતું ફરી સક્રિય કરવા માટે બૅંકમાં એક રિક્વેસ્ટ લેટર આપવો પડશે. જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ બૅંક એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરી આપશે.

ગ્રાહક સહાય માટેના ટોલ-ફ્રી નંબર્સ

ખાતું બંધ થવા અંગે કે તેને ફરી એક્ટિવ કરાવવા સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે ગ્રાહકો PNB ના સત્તાવાર ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી શકે છે:

● 1800-1800

● 1800-2021