Astro

વાંચો તમારું 29 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને કૌટુંબિક કામકાજમાં વ્યસ્તતા રહેશે, જ્યારે વૃષભ રાશિના લોકોને રાજકીય-સરકારી કામકાજમાં અનુકૂળતા મળશે. કર્ક રાશિના લોકોને સિઝનલ ધંધામાં અચાનક આવક થઈ શકે છે. કન્યા રાશિના જાતકોને નોકરી-ધંધા માટે બહારગામ જવાનું આયોજન થશે. મકર રાશિના લોકો પોતાની બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 29 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં આવક જણાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. કોર્ટ-કચેરીના કામમાં સંભાળવું પડે.
કર્ક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર- પ્રસંશા થવાથી આનંદ રહે.
સિંહ : દિવસ દરમ્યાન આપને દોડધામ- શ્રમ રહ્યા કરે. ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- મિત્ર વર્ગના કામમાં વ્યસ્તતા રહે.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન થાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
વૃશ્વિક : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે આપને દોડધામ જણાય. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
ધન : સીઝનલ ધંધામાં માલનો વધુ ભરાવો કરી રાખવો નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.
મકર : આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ રહે.
કુંભ : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.

  • અગ્નિદત્ત પદમનાભ