India

દુનિયા માટે ખતરાની ઘંટડી, સુપર અલ નીનો 5 મહિનામાં 3,50,000થી વધુ લોકોને ભરખી જાય તેવી આશંકા

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
વિશ્વભરમાં 'સુપર અલ નીનો'નો ખતરો વધતાં લાખો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2026થી માર્ચ 2027 વચ્ચે 3,73,000થી વધુ લોકો ગરમીથી મૃત્યુ પામી શકે છે. પેસિફિક મહાસાગરમાં તાપમાન 3.4 ડિગ્રી વધ્યું છે. નાઇજીરિયા પછી ભારત 55,200થી વધુ મોત સાથે બીજા ક્રમે છે. આ ડેટા સરકારોને સમયસર પગલાં લેવા મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયા માટે ખતરાની ઘંટડી, સુપર અલ નીનો 5 મહિનામાં 3,50,000થી વધુ લોકોને ભરખી જાય તેવી આશંકા

Super El Nino Threat: વિશ્વભરમાં 'સુપર અલ નીનો' (Super El Nino)નો ખતરો ઝડપથી વધી રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે લાખો લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા જાહેર કરાયેલા નવા નકશા અને ડેટા અનુસાર, પેસિફિક મહાસાગરમાં તાપમાનમાં અસાધારણ વધારાને કારણે ગરમીથી થતા મૃત્યુનો આંકડો ઝડપથી વધી શકે છે. આ કુદરતી આપદામાં સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશોમાં ભારત પણ સામેલ છે, જે સમગ્ર વિશ્વ માટે લાલ બત્તી સમાન છે.

ગરમીના કારણે 3.73 લાખથી વધુ વધારાના મોતનો અંદાજ

'અલ નીનો હીટ મોર્ટેલિટી ટ્રેકર'ના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2026થી માર્ચ 2027 વચ્ચે વિશ્વભરમાં અતિશય ગરમીના કારણે 3,73,000થી વધુ વધારાના લોકો પોતાના જીવ ગુમાવી શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંથી એક તૃતીયાંશ જેટલા મોત માત્ર નાઇજીરિયા, ભારત અને બ્રાઝિલમાં થવાની આશંકા છે. જૂન 2026થી માર્ચ 2027 સુધીના 9 મહિનાના ગાળાની વાત કરીએ તો, કુલ વધારાના મોતોનો આંકડો 8,57,400 સુધી પહોંચી શકે છે.

પેસિફિક મહાસાગરમાં તાપમાન 3.4 ડિગ્રી વધી ગયું

પૂર્વ-મધ્ય પેસિફિક મહાસાગરના 'નીનો 3.4' ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી સેલ્સિયસ (6 ડિગ્રી ફેરેનહીટથી વધુ) વધી ગયું છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આ સ્થિતિ સામાન્ય 'અલ નીનો' કરતાં તાપમાનમાં છ ગણો વધુ વધારો કરી શકે છે, જેના કારણે વિશ્વના હવામાનમાં ભયાનક ફેરફારો જોવા મળશે.

સૌથી વધુ અસરગ્રસ્ત દેશો: ભારત બીજા નંબરે

રિપોર્ટ મુજબ અતિશય ગરમીથી થનારા મોતમાં અડધાથી વધુ કિસ્સા આગામી 6 મહિનામાં જ નોંધાઈ શકે છે:

નાઇજીરિયા: ગરમીથી સૌથી વધુ 56,000થી વધુ મોત થવાની આશંકા છે.

ભારત: 55,200થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ઇન્ડોનેશિયા: 29,300 લોકોના મોતની આશંકા છે.

બ્રાઝિલ અને સુદાન: અનુક્રમે 19,500 અને 14,700 લોકો ગરમીનો ભોગ બની શકે છે.

અલ નીનોના વિનાશક પરિણામો અને પૂર્વ તૈયારીની જરૂરિયાત

સંશોધકોના મતે જૂન મહિનાથી જ અલ નીનોના કારણે વિશ્વભરમાં અંદાજે 4,84,500 વધારાના મોત નોંધાઈ ચૂક્યા છે. તેના કારણે ઇન્ડોનેશિયાના જંગલોમાં ભયાનક આગ, મધ્ય અમેરિકામાં સૂકો અને ભારતમાં મહત્ત્વપૂર્ણ ચોમાસાના વરસાદની અછત જેવી ગંભીર અસરો જોવા મળી રહી છે.

ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સહ-સ્થાપક અને શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ ગ્રીનસ્ટોને જણાવ્યું હતું કે, અતિશય ગરમીના જીવલેણ પ્રભાવોનું અગાઉથી અનુમાન લગાવવું એ મોટું પગલું છે. આ ડેટાથી નીતિ-નિર્માતાઓ અને સરકારોને સમયસર પગલાં ભરીને લોકોના જીવ બચાવવાનો મોકો મળશે.