Utility

FD કરાવતા પહેલા આટલું જાણી લેજો! 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે RBIના નિયમો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
RBIએ બલ્ક FDના નિયમોમાં 1 ઓક્ટોબર, 2026થી મોટા ફેરફારો કર્યા છે. હવે બૅંકોએ દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં બલ્ક FDના દરો જાહેર કરવા પડશે અને 10 મિનિટમાં અપડેટ કરવા પડશે. 3 કરોડ કે તેથી વધુની FDને બલ્ક ડિપોઝિટ ગણાશે. બૅંકોએ તમામ શાખાઓમાં સમાન રકમ પર એકસરખા વ્યાજ દર આપવા પડશે, જેથી પારદર્શિતા વધશે અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

FD કરાવતા પહેલા આટલું જાણી લેજો! 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે RBIના નિયમો
IMAGE - ENVATO

RBI bulk FD rules 2026: ભારતીય રિઝર્વ બૅંક (RBI) દ્વારા બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (Bulk FD) પર વ્યાજ દરોને નિયંત્રિત કરતા માળખામાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારનો મુખ્ય હેતુ પારદર્શિતા વધારવાનો અને બૅંકોને તેમની લિક્વિડિટી (તરલતા) જરૂરિયાતો મુજબ વધુ સુગમતા પૂરી પાડવાનો છે. આ નવા નિયમો આગામી 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં બલ્ક એફડી દરોનો ખુલાસો કરવો પડશે

નક્કી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, દરેક કામકાજના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લાગુ થતી બલ્ક એફડી (Bulk FD)ની માહિતી બૅંકોએ જાહેર કરવી ફરજિયાત રહેશે. આ સાથે જ બૅંકોને દરો અપડેટ કરવા માટે 10 મિનિટનો સમય આપવામાં આવશે. ગ્રાહકોની જમા રકમ પર વ્યાજ ચૂકવતી વખતે બૅંકોએ પોતાની અધિકૃત વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા વ્યાજ દરોનું જ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ ફેરફારથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને સિસ્ટમમાં પારદર્શિતા આવશે. ઉલ્લેખનીય છે કે, 3 કરોડ કે તેથી વધુની રકમની ફિક્સ્ડ ડિપોઝિટને બલ્ક ડિપોઝિટ ગણવામાં આવે છે, જેના વ્યાજ દર સામાન્ય જમાઓ કરતાં અલગ હોઈ શકે છે.

તમામ શાખાઓમાં સમાન રકમ માટે સમાન વ્યાજ દર

નવા નિયમો મુજબ એક જ રકમ પર અલગ-અલગ શાખાઓમાં અલગ વ્યાજ દર આપવાની પદ્ધતિ પર રોક લગાવવામાં આવશે. હવે બૅંકોએ એક જ દિવસે સ્વીકારવામાં આવેલી સમાન રકમની મોટી થાપણો માટે પોતાની તમામ શાખાઓમાં એકસરખા વ્યાજ દર જ ઓફર કરવા પડશે.

જોકે, આ માળખું બૅંકોને લિક્વિડિટી જરૂરિયાતો સાથે જોડાયેલી કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં વ્યાજ દરોમાં તફાવત રાખવાની મંજૂરી આપે છે. લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) માળખા હેઠળ લાગુ થતી ઉપાડ દરના આધારે બૅંકો બલ્ક ડિપોઝિટ પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરી શકશે.