Tapi

VIDEO|તાપી: 'નેત્રમ'ના નેત્રોને આવ્યો મોતિયો? મોપેડને ‘કાચ પર ડાર્ક ફિલ્મ’નો મેમો અપાતા CCTV અને સિસ્ટમ પર ઉઠ્યા સવાલ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
તાપી જિલ્લાના વ્યારાના એક મોપેડ ચાલકને સુરતના ઉમરપાડા ત્રણ રસ્તા પરના નેત્રમ કેમેરા આધારિત ઈ-મેમો મળ્યો છે. આ મેમો 'કાચ પર ડાર્ક ફિલ્મ' લગાવવા બદલ આવ્યો છે. જોકે, મોપેડમાં કાચ ન હોવાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. કલમ 177 હેઠળ અપાયેલા આ મેમોથી CCTV અને મેમો જનરેશન પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO|તાપી: 'નેત્રમ'ના નેત્રોને આવ્યો મોતિયો? મોપેડને ‘કાચ પર ડાર્ક ફિલ્મ’નો મેમો અપાતા CCTV અને સિસ્ટમ પર ઉઠ્યા સવાલ

Vyara Moped Driver Dark Film E-Challan: તાપી જિલ્લાના વ્યારાના એક વાહનચાલકને ‘કાચ ઉપર ડાર્ક ફિલ્મ’ લગાવી હોવાના મામલે ઈ-મેમો મળતાં સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. મળતી વિગતો અનુસાર, આ મેમો સુરત જિલ્લાના ઉમરપાડા ત્રણ રસ્તા ખાતેના સીસીટીવી ‘નેત્રમ’ કેમેરાના આધારે જનરેટ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. વાહન મોપેડ હોવા છતાં કાચ પર ડાર્ક ફિલ્મનો મેમો આવતાં સીસીટીવી/મેમો જનરેશન વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.



શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી પ્રમાણે, વ્યારાના રહેવાસી વાહનચાલકને કાચ પર ડાર્ક ફિલ્મ સંબંધિત મેમો મળ્યો છે. જોકે, સંબંધિત વાહન ટીવીએસ મોપેડ હોવાનું અને સામાન્ય રીતે ટુ-વ્હીલર/મોપેડમાં કારની જેમ કાચ ન હોવાથી આ પ્રકારનો મેમો કેવી રીતે અપાયો તે અંગે વાહનચાલકો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને સવાલો સર્જાયા છે.

Accident - 2026-11-21T162052.576.jpg

સેક્શન 177 અને તંત્રની કામગીરી પર ચર્ચા

મેમોમાં મોટર વાહન અધિનિયમની કલમ (સેક્શન) 177 હેઠળ કાર્યવાહીનો ઉલ્લેખ હોવાનું જાણવા મળે છે. અને મેમો પર સેક્શન 177ની સામે લખ્યું છે કાચ પર ડાર્ક ફિલ્મ. સામાન્ય રીતે નિયમોના ભંગ અથવા અન્ય સંબંધિત બાબતોમાં આ કલમ હેઠળ દંડનીય કાર્યવાહી નોંધાતી હોય છે, પરંતુ વાહનના પ્રકાર અને મેમોમાં દર્શાવેલ કારણ વચ્ચેની વિસંગતતાને લઈને ‘નેત્રમ’ સીસીટીવી નેટવર્ક અને મેમો ચકાસણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

image.png

વાહનચાલકોમાં ચર્ચા અને સ્પષ્ટતાની માંગ

અગાઉ પણ વિવિધ સ્થળોએ સીસીટીવી આધારિત મેમોમાં વાહન નંબર કે પ્રકારની ભૂલો અંગે ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે વ્યારાના મોપેડ ચાલકને મળેલા આ મેમો અંગે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય ખરાઈ અને સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ વાહનચાલકોમાંથી ઉઠી રહી છે.