Gujarat
સાણંદ તાલુકામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો : વધુ 6 દર્દી નોંધાયા
By GS Team
19 Jun 20201 min read
This article was originally published on 19 Jun 2020

સાણંદ, તા.19 જૂન 2020, શુક્રવાર
અમદાવાદ પાસેના સાણંદ તાલુકામાં રોજે રોજ કોરોનાના કેસોમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે પણ સાણંદ શહેરમાં કોરોનાના બે કેસ અને તાલુકાના શેલા ગામે ત્રણ અને ચાંગોદરમાં એક કેસ નોંધાતા નવા કેસોનો આંક છ થયો હતો.
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કિલર કોરોનાએ માઝા મૂકતા વહીવટી અને આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
સાણંદ તાલુકામાં આજે કોરોનાના છ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં બે કેસ શહેર વિસ્તારમાં અને ચાર કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. આરોગ્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાણંદ શેરમાં આવેલ અંબિકા સોસાયટી ખાતે રહેતા ૬૨ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવઆવ્યો છે. જ્યારે ચાંગોદરના રૃદ્ર સોસાયટમાં રહેતા ૩૧ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. એક જ દિવસમાં સાણંદ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે.




