Gujarat

સુરેન્દ્રનગરની ભોગાવો નદી પ્રદૂષિત થઇ હોવાનું સરકારે પણ કબૂલ્યું

By GS Team
27 Dec 20211 min read
This article was originally published on 27 Dec 2021
સુરેન્દ્રનગરની ભોગાવો નદી પ્રદૂષિત થઇ હોવાનું સરકારે પણ કબૂલ્યું

- રાજ્યમાં 20 જેટલી નદીઓ પ્રદૂષિત બની

- તાજેતરમાં સંસદના શિયાળુસત્ર દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં સરકારે નદીમાં પ્રદૂષણ અંગે માહિતી આપી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી પસાર થતી અને ચોટીલાથી નળકાંઠા સુધીનો વિસ્તાર ધરાવતી ભોગાવો નદી પ્રદુીષત બની હોવાના અખબારી અહેવાલો બાદ ખુદ કેન્દ્ર સરકારે પણ કબુલાત કરી છે કે, ભોગાવો નદી સહીત ગુજરાતની ૨૦ નદીઓ પ્રદુષિત બની છે.

આ અંગેની વધુ  વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીમાં પાઈપલાઈનમાંથી શહેર આખાની ગટરનુ પાણી ઠલવાતુ હોવાથી નદી પ્રદુીષત બની છે, નદીમાં ગાંડાબાવળ ઉગી નીકળ્યા છે વર્ષોથી સફાઈ થતી નથી અને ભોગાવાના પટમાંથી રેતીચોરી જેવી અનૈતિક પ્રવૃતિ થાય છે તે અંગે અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયા પછી પણ તંત્રના પેટનું પાણી હલ્યુ નથી ત્યાં ખુદ કેન્દ્ર સરકારે શિયાળુ સંસદ સત્રમાં જવાબ રજુ કરતા જણાવેલ છે કે, ગુજરાતની સાબરમતી, નર્મદા સહીત ૨૦ નદીઓ પ્રદુષિત બની છે. આ ૨૦ નદીઓમાં સુરેન્દ્રનગર ભોગાવોનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ત્રણ મોટા શહેરોની નદીઓ ઉપર નદી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરની ભોગાવો નદીનું શુધ્ધિ કરણ થાય તેવા પગલા લેવાની લાગણી પણ વ્યકત થઈ રહી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ ત્વરીત પગલા લેવાય તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે