મૂળી, તા. 15 જુલાઈ 2020, બુધવાર
મૂળી તાલુકાના દેવપરા ગામે કોરોના મહામારીના સમયે લોકડાઉન દરમ્યાન વગડીયા પીએચસી ઓફિસર પ્રિન્સીબા ચુડાસમાએ લેખિત રજુઆત કરતાં આરોગ્યતંત્ર અને મૂળી પોલીસના સ્ટાફે ડીગ્રી વિનાના તબીબ સુરેન્દ્રનગરના ગોવિંદ રણછોડ રબારીને રૂ.6401ની એલોપેથિક દવા સાથે ઝડપી પાડ્યો હતો.
બે માસ પહેલાં પકડાયા બાદ પણ બોગસ તબીબે ફરી પોતાનો ધંધો ધીકતો કરી દીધો હતો. એસઓજી સ્ટાફ સહિત મૂળી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દેવપરા ગામના બોર્ડ પાસે ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ગોવિંદ રબારીને ઝડપી લેવાયો હતો. એ દશેક વર્ષથી વિના ડિગ્રીએ પ્રેક્ટિસ કરી રહ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


