ઝાલાવાડ પંથકમાં પુરતા મેદાન નહીં હોવા છતાં 1.34 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

- સરકાર નિયમ બદલે તો જિલ્લા મથક સુરેન્દ્રનગરને સ્પોર્ટ્સ સંકુલ મળી શકે
- જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં એક પણ સ્પોર્ટ્સ સંકુલ નથી : શહેરથી 30 કિ.મી. દૂર લીંબડી અને ધ્રાંગધ્રામાં સ્પોર્ટ્સ સંકુલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાતે ૧૨મી માર્ચથી શરૂ થયેલા ખેલ મહાકુંભમાં જિલ્લાના ૧,૩૪,૪૦૬ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું પરંતુ ચોંકાવનારી બાબત એવી છે કે, ખેલ મહાકુંભના મેદાનમાં પુરતી સુવિધા ન હોવાથી બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરીયાદો ઉઠી છે. આ ઉપરાંત જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં એક પણ સ્પોર્ટસ સંકુલ નથી અને સરકારી નિયમ મુજબ સ્પોર્ટ્સ સંકુલની સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ નથી.
જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં સ્પોર્ટસનું એક પણ મેદાન કે સંકુલ ન હોવાથી ખેલાડીઓને હળાહળતો અન્યાય થઇ રહ્યો છે. આ બાબતે જિલ્લા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ યોગ્ય પગલા લેવડાવે તેવી રમતગમત પ્રેમીઓ અને નાગરિકો લાગણી રજૂ કરી રહ્યાં છે.
ખેલમહાકુંભની રમતો જે મેદાનમાં રમાય છે ત્યાં બાળકો માટે પુરતી બેઠક વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠી છે. હાલમાં ઉનાળાનો તાપ શરૂ થઈ ગયો છે. મેદાનમાં બાળકો આકુળ વ્યાકુળ થાય છે. બીજી ગંભીર બાબત એ પણ સામે આવી છે કે, દુરના વિસ્તારોમાંથી ખેલમહાકુંભમાં ભાગ લેવા બાળકો આવતા હોવા છતા તેમના માટે ફુડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. તેના કારણે ખેલાડીઓમાંે કચવાટની લાગણી ફેલાઇ છે. તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થાની જવાબદારી શિક્ષકો ઉપર નાંખવામાં આવે છે. ચોંકાવનારી બાબત એ છે કે, સમગ્ર જિલ્લામાં ધો ૯ થી ૧૨ની સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકો માત્ર બે જ છે. જ્યારે ૧૨૪ ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૫ વ્યાયામ શિક્ષકો છે. જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં એક પણ રમતગમતનુ મેદાન નથી. સુરેન્દ્રનગરથી ૩૦ કિ.મી દુર લીંબડી ખાતે સ્પોર્ટસ સંકુલ અને ૩૦ કિ.મી દુર ધ્રાંગધ્રા ખાતે સ્પોર્ટસ સંકુલ આવેલા છે. જિલ્લા રમતગમત કચેરી દ્વારા વઢવાણમાં ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યુ હતુ, પરંતુ સરકારનો નિયમ છે કે, જ્યાં સ્પોર્ટસ સંકુલ હોય તેના ૩૦ કિ.મી. અંદર બીજા સંકુલને મંજુરી આપી ન શકાય. તેથી સરકાર નિયમ બદલે તો જ જિલ્લા થમક સુરેન્દ્રનગરને સ્પોર્ટસ સંકુલની સુવિધા મળે તેમ છે અન્યથા આશા છોડી દેવી પડે તેમ છે.
સુરેન્દ્રનગરમાં સ્પોર્ટસનુ મેદાન જ નથી, ધો. 9 થી 12ની શાળામાં વ્યાયામ શિક્ષક માત્ર બે
જિલ્લા મથક સુરેન્દ્નગરમાં રમતગમતનું મેદાન નથી. સુરેન્દ્રનગરથી ૩૦ કિ.મી. લીબંડી ખાતે સ્પોર્ટસ સંકુલ છે. એજ રીતે ધ્રાંગધ્રા ખાતે સ્પોર્ટસ સંકુલ આવેલુ છે. જિલ્લા તંત્ર દ્વારા થોડા સમય પહેલા વઢવાણમાં મેદાન પસંદ કરવામાં આવ્યુ હતુ પરંતુ જ્યાં સ્પોર્ટસ સંકુલ હોય તેના ૩૦ કિ.મી. અંદરના વિસતારમાં બીજુ સ્પોર્ટસ સંકુલ આપી ન શકાય તેવા સરકારના નિયમને કારણે સુરેન્દ્રનગરને આ સુવિધા મળી નથી. જિલ્લાની ધો ૯ થી ૧૨ની સરકારી શાળાઓમાં માત્ર બે જ વ્યાયામ શિક્ષકો હોવાનું જાણવા મળે છ.ે જ્યારે ૧૨૪ ગ્રાન્ટેડ શાળાઓમાં ૩૫ વ્યાયામ શિક્ષકો છે.
રજિસ્ટ્રેશન કરાવનાર બાળકો
|
તાલુકા નામ |
ટોટલ |
|
ચોટીલા |
૮,૬૭૭ |
|
ચુડા |
૧૦,૪૫૨ |
|
દસાડા |
૧૦,૫૩૧ |
|
ધ્રાંગધ્રા |
૨૦,૨૭૦ |
|
લખતર |
૧૨,૩૨૨ |
|
લીંબડી |
૧૯,૦૧૮ |
|
મુળી |
૫,૭૩૨ |
|
સાયલા |
૧૫,૭૫૮ |
|
થાનગઢ |
૧૪,૮૬૪ |
|
વઢવાણ |
૧૬,૭૮૨ |
|
કુલ |
૧,૩૪,૪૦૬ |




