Surendranagar

સુરેન્દ્રનગરના ચુડા ચોકડી પર દેશી તમંચો બતાવી ખોફ ફેલાવનાર પ્રવીણ ભાંભળા ઝડપાયો: SOG એ કરી ધરપકડ

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચુડા ચોકડી રોડ પર જાહેરમાં એક યુવકે ગેરકાયદેસર દેશી તમંચો બતાવી લોકોમાં ડર ફેલાવ્યો હતો. પીડિત પરિવારે વીડિયો રજૂ કર્યા છતાં સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો નહોતો. SOG ટીમે અંગત અદાવતમાં દહેશત ફેલાવનાર પ્રવીણ ભાંભળાની અટકાયત કરી, તેની પાસેથી દેશી તમંચો અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગરના ચુડા ચોકડી પર દેશી તમંચો બતાવી ખોફ ફેલાવનાર પ્રવીણ ભાંભળા ઝડપાયો: SOG એ કરી ધરપકડ

Surendranagar News : સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચુડા ચોકડી રોડ પર જાહેરમાં એક યુવકે ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો બતાવી લોકોમાં ડર અને ખોફ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો વીડિયો ભોગ બનનાર પીડિત પરિવારે ઉતારીને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.

સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બાદ SOG એ કરી કાર્યવાહી

ઘટના અંગે પીડિત પરિવારે રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા શરૂઆતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા બાદ અંતે એસઓજી (SOG) પોલીસની ટીમે મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

અંગત અદાવત

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતને કારણે આ રીતે જાહેરમાં તમંચો બતાવવામાં આવ્યો હતો. SOG ની ટીમે દહેશત ફેલાવનાર આરોપી પ્રવીણ ભાંભળાની અટકાયત કરી તેની પાસેથી ગેરકાયદેસર દેશી તમંચો અને જીવતા કાર્ટિજ (કારતૂસ) જપ્ત કરીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.