Gujarat

ખાનગી કંપનીના 100 જેટલા કામદારોને પગાર ન ચૂકવાતા હડતાલ પર ઉતર્યા

By GS Team
12 Jun 20201 min read
This article was originally published on 12 Jun 2020
ખાનગી કંપનીના 100 જેટલા કામદારોને પગાર ન ચૂકવાતા હડતાલ પર ઉતર્યા

બગોદરા, તા. 12 જુન 2020, શુક્રવાર

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસની ચેન તોડવા લોકડાઉન કર્યું હતું ત્યારે અનેક કંપનીઓ બંધ થઈ ગઈ હતી તેમજ નવા બનાવતી અને જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓ ચાલુ રાખવામાં આવી હતી અને તે સમયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જે તે કંપનીઓ દ્વારા તેના કર્મચારીઓને લોકડાઉનમાં પણ પગાર આપવાનો રહેશે તેમજ બહારના રાજ્યના કામદારો હોય તો કંપની દ્વારા તેઓને તમામ વ્યવસ્થા કરી આપવાની રહેશે.

જ્યારે અનેક કંપનીઓ દ્વારા કામદારોને હેરાન પરેશાન કરવામાં આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર કેરાળા ગામ પાસે આવેલ ગ્વાલા ક્લોઝર ઈન્ડીયા કંપનીના અંદાજે ૩૦૦ જેટલાં કર્મચારીઓ કામ કરે છે તેમજ આ કંપનીમાં બોટલના ઢાંકણા (બુચ) બનાવવામાં આવે છે ત્યારે કંપની દ્વારા અંદાજે ૧૦૦ જેટલાં કર્મચારીઓ લોકડાઉનમાં ન આવ્યાં હોય તેવાં કર્મચારીઓને પગાર ચુકવવામાં ન આવતાં છેલ્લા ત્રણ દિવસથી કંપનીના ગેઈટ આગળ હડતાળ પર બેઠા હતાં ત્યારે આ અંગે બાવળા પોલીસને જાણ થતાં કંપનીએ જઈ કર્મચારી અને કંપનીના સત્તાધીશોને મળી યોગ્ય નિકાલ કરવા સમજાવવામાં આવ્યાં હતાં ત્યારે બીજી બાજુ આગામી તા.૧૫ જુનના રોજ ન્યુ આવાઝ કોળીક્રાંતી સેનાના પ્રદેશ પ્રમુખ દ્વારા કંપની સામે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.