વાંચો તમારું 25 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આનંદ અનુભવો સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ- ફાયદો થાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ- શ્રમ રહે, કામનો ઉકેલ આવતો જાય.
મિથુન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન- મુલાકાત થઈ શકે. ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.
કર્ક : સીઝનલ- વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. સામાજિક તથા વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
સિંહ : સંસ્થાકીય કામ અંગે જાહેર ક્ષેત્રના કામ અંગે આપને વ્યસ્તતા જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.
કન્યા : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. નુકસાનીથી સંભાળવું પડે. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું.
તુલા : આપની મહેનત- બુદ્ધિ- અનુભવ- આવડતથી કાર્યનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કાર્યમાં સરળતા જણાય.
વૃશ્ચિક : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
ધન : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ મળી રહે. અડોશ- પડોશના કામમાં વ્યસ્ત રહી શકો. ધર્મકાર્ય થાય.
મકર : કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આવક જણાય.
કુંભ : આપના અગત્યના કામમાં સરળતા થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય. મિલન- મુલાકાત થાય.
મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. કામમાં વિલંબ જણાય. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ




