Surat

શ્રમિકોએ સુરતમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો, કહ્યું- અમે 12-12 કલાક કામ કરીએ છીએ, આવુ નહીં ચાલે, અમારી માગ પૂરી કરો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં શ્રમિકોના શોષણ સામે મજદૂર યુનિયનનું આંદોલન ઉગ્ર બન્યું છે. 10 લાખથી વધુ શ્રમિકોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. તેઓ 8 કલાકની શિફ્ટ અને દર રવિવારે રજાની માંગ કરી રહ્યા છે. 12 કલાક કામ કરવાથી ઊંઘ કે રસોઈનો સમય મળતો નથી તેવી વ્યથા શ્રમિકોએ ઠાલવી હતી. પોલીસ અને અધિકારીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રમિકોએ સુરતમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો, કહ્યું- અમે 12-12 કલાક કામ કરીએ છીએ, આવુ નહીં ચાલે, અમારી માગ પૂરી કરો

Surat Workers Protest: સુરત શહેર અને જિલ્લાના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના થતા શોષણ સામે મજદૂર યુનિયન દ્વારા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સુરતમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકોએ કલેક્ટર કચેરી પહોંચીને ઉગ્ર દેખાવો કરીને કચેરીનો ઘેરાવ કર્યો હતો. શ્રમિકોએ દૈનિક આઠ કલાકની શિફ્ટ અને દર રવિવારે રજા આપવાની માંગ કરી હતી.

'દરરોજ 12 કલાક કામ, ઊંઘ કે રસોઈનો પણ સમય નથી મળતો'

સુરતના ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના ઉદ્યોગોમાં 10 લાખથી વધુ શ્રમિકો કામ કરે છે. આ વિરોધ દરમિયાન એક શ્રમિકે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, 'અમે પણ માણસ છીએ અને અમારી એક જ મુખ્ય માંગણી છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. રોજના 12-12 કલાક કામ કરવાને કારણે ઊંઘ પણ પૂરી થતી નથી અને ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો સમય મળતો નથી. પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ આપવામાં આવે છે, જે હવે નહીં ચાલે. અમને 8 કલાકની શિફ્ટ અને રવિવારની રજા જ જોઈએ છે.'

પોલીસ અને વહીવટી તંત્રની સમજાવટ બાદ શ્રમિકો શાંત પડ્યા

વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોને સોમવારે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા, છતાં શ્રમિકો કલેક્ટર કચેરી છોડવા તૈયાર નહોતા. આ પરિસ્થિતિને પગલે ઘટનાસ્થળે પહોંચેલા એસીપી વિજય મલ્હોત્રાએ શ્રમિકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, 'વહીવટી તંત્ર સાથે વાટાઘાટો કરવા ઈચ્છતા શ્રમિકો સોમવારની બેઠક માટે અત્યારે રવાના થાય.' જોકે, પોલીસ અધિકારીઓ અને મજદૂર આંદોલનના આગેવાનોની સમજાવટ બાદ કલેક્ટર કચેરી પરિસરમાંથી શ્રમિકો ધીમે-ધીમે વિખેરાયા હતા.